અમેરિકામાં 20 દિવસ પહેલાં જ ખરીદ્યો આલિશાન બંગલો, સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં પટેલ પરિવારનાં 3નાં મોત

અમેરિકામાં 20 દિવસ પહેલાં જ ખરીદ્યો આલિશાન બંગલો, સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં પટેલ પરિવારનાં 3નાં મોત

અમેરિકાના ન્યુજર્સીમાં પોતાના ઘરનાં સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં મૂળ ગુજરાતી એવાં પટેલ પરિવારનાં 3 સભ્યોનાં મોત નિપજ્યા છે. જો કે, આ તમામ મોત શંકાસ્પદ હોવાથી પોલીસે તપાસ શરૂ કરી છે. ઘરના સ્વિવિંગ પૂલમાં ગુજરાતી વૃદ્ધ, પુત્રવધૂ અને પૌત્રીના મૃતહેહ મળી આવ્યા હતા. સ્વિમિંગ સારૂં ન આવડતું હોવાને કારણે મોત નિપજ્યા હોવાનું પોલીસ માની રહી છે.

20 દિવસ પહેલાં જ પટેલ પરિવારે ન્યુજર્સીના ઈસ્ટ બર્નસ્વિક ખાતે ક્લિયર વ્યૂ રોડ પર કરોડો રૂપિયામાં સ્વિમિંગ પુલ સાથેનું આલિશાન ઘર ખરીદ્યું હતું. સોમવારે ઘરમાંથી બૂમો સંભળાતાં પાડોશીઓએ પોલીસને કોલ કરીને આ મામલે જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને જોયું તો સ્વિમિંગ પુલમાં ત્રણ લોકો ડૂબેલાં હતા. પોલીસે તમામને બચાવવાનો પ્રયાસ કર્યો. પણ 33 વર્ષીય નિશા પટેલ અને તેની 8 વર્ષીય દીકરી તથા સસરા 62 વર્ષીય ભરત પટેલનું મોત નિપજ્યું હતું.

શરૂઆતમાં તમામને ઈલેક્ટ્રીક શોક આપીને હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પણ પોલીસ તપાસમાં તેઓનાં મોત ડૂબવાના કારણે જ થયા હોવાનું બહાર આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં ત્રણેય લોકોને ખૂબ સારું તરતાં આવડતું ન હોવાથી ઘટના બની હોઈ શકે એવી શંકા પોલીસે વ્યક્ત કરી છે. જો કે, હજુ પોલીસે તપાસ શરૂ કરી છે.