અમેરિકામાં લૉકડાઉનની અસર / આ કાર રેસ નહીં, ફૂડ લેવા માટેની લાઇન છે

અમેરિકામાં લૉકડાઉનની અસર / આ કાર રેસ નહીં, ફૂડ લેવા માટેની લાઇન છે

વોશિંગ્ટન‌. અમેરિકાના ગ્રેટર પીટર્સબર્ગના બિગ બટલર ફાયરગ્રાઉન્ડમાં લૉકડાઉન વચ્ચે અહીંની ફૂડ બેન્ક નજીક સેંકડો કારની લાઇન લાગી ગઇ. આ કાર્સમાં લોકો જમવાનું લેવા પહોંચ્યા હતા. બધાએ સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ પાલન કર્યું. પોતાનો વારો આવ્યો ત્યારે જ તેઓ કારમાંથી નીચે ઉતર્યા. 
પશુઓની સંખ્યા વધી, ટ્રમ્પે કહ્યું- મીટ પ્લાન્ટ ફરી ખોલો
પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મીટ પ્રોસેસિંગ પ્લાન્ટને મહત્ત્વનું પાયાનું માળખું ગણાવતાં કહ્યું કે દેશભરમાં આ પ્લાન્ટ ફરી ખૂલવા જોઇએ, જેથી તેમની પ્રોડક્ટ્સની અછત ન સર્જાય. મૂળે અમેરિકામાં લૉકડાઉન બાદથી મીટના વેપારીઓ આ મુદ્દો ઉઠાવતા રહ્યા છે. તેમનું કહેવું છે કે પ્લાન્ટ બંધ થવાથી પશુઓની સંખ્યા વધી રહી છે. તેમને યુથનેશિયાથી મારવાનું વિચારી રહ્યા છીએ. ખેડૂતોનું પણ કહેવું છે કે પશુઓની વસતી વધવાથી તેઓ ખેતરોને નુકસાન પહોંચાડી શકે છે.