અમેરિકામાં રહેતા ભારતીયોએ ડ્રેગનને કહ્યું – ‘લિમિટમાં રહે ચાઇના આ 1962નું ભારત નથી’

અમેરિકામાં રહેતા ભારતીયોએ ડ્રેગનને કહ્યું – ‘લિમિટમાં રહે ચાઇના આ 1962નું ભારત નથી’

ચીનની આક્રમકતા અને વિસ્તરણવાદી નીતિઓથી ત્રાસી ગયેલા લોકો હવે વિશ્વભરમાં શેરીઓમાં ઉતરી રહ્યા છે. ભારતીય અમેરિકન, તિબેટીયન અને તાઇવાનના નાગરિકોએ ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર ખાતે ચીન વિરૂદ્ધ જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ સમય દરમિયાન લોકોએ બાયકોટ ચાઇના અને સ્ટોપ ચાઇનીઝ એબ્યુઝ જેવા પોસ્ટરો સાથે પ્રદર્શન કર્યું હતું. શિકાગોમાં ચીન સામે બે દિવસ પહેલા જબરદસ્ત પ્રદર્શન થયાં હતાં.

ટાઇમ સ્ક્વેર પર એકઠા થયા લોકો

ઐતિહાસિક ટાઇમ્સ સ્ક્વેર પર મોટી સંખ્યામાં ભારતીય અમેરિકનોએ ચીન સામે વિરોધ દર્શાવ્યો હતો અને ભારત માતા કી જય અને અન્ય દેશભક્તિના નારા લગાવ્યા હતા. તે જ સમયે તેમણે ભારત સામે ચીનના આક્રમકતાને લઇ ચાઇનો આર્થિક બહિષ્કાર અને આક્રમક રીતે તેને રાજદ્વારી સ્તરે અલગ કરવા માંગ કરી હતી.

બાયકોટ ચાઇનાથી ગૂંજ્યુ ટાઇમ સ્ક્વેર

ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં રહેતા ભારતીય અને ભારતીય સંગઠનો (એફઆઈએ)ના અધિકારીઓએ બાયકોટ ચાઇના, ભારત માતા કી જય અને ચિની આક્રમણ રોકો જેવા નારા લગાવ્યા હતા. વિરોધીઓએ કોરોના વાયરસ વૈશ્વિક રોગચાળાને પગલે ચહેરાના માસ્ક પહેરીને પ્રદર્શન કર્યું હતું. તેમના હાથમાં શહીદ જવાનોને સલામ કરવાના પોસ્ટરો પણ હતા.

તિબ્બતી અને તાઇવાનના લોકો પણ થયા સામેલ

આ પ્રદર્શનમાં તિબેટિયન અને તાઇવાન સમૂદાયના સદસ્યો પણ સામેલ થયા હતા. તેમણે તિબ્બેટ ભારત સાથે છે, માનવાધિકારો, અલ્પસંખ્યક સમુદાયોના ધર્મો, હોંગકોંગ માટે ન્યાય, ચીન માનવતા વિરૂદ્ધ અપરાધ રોકે અને બાયકોટ ચાઇનાના પોસ્ટરો લઇ રાખ્યા હતા. સમૂદાયના નેતાઓ, પ્રમ ભંડારી અને જગદીશ સહવાનીએ શુક્રવારે આ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.

લોકોએ કહ્યું ચીનને આપીશુ કરારો જવાબ

જયપુર ફુટ એએસએના અધ્યક્ષ ભંડારીએ કહ્યું કે, આજનું ભારત 1962ના ભારત કરતા અલગ છે. અમે ચીની આક્રમક્તા અને તેની આંતરરાષ્ટ્રીય ધોંસને ચલાવી નહી લઇએ. અમે ચીનના અહંકારનો જોરદાર જવાબ આપીશું. તેમણે કહ્યું કે પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથેની હિંસક અથડામણમાં 20 (ભારતીય) સૈનિકોની શહાદતથી ભારતીય સમુદાય ખૂબ વ્યથિત છે.