અમેરિકામાં રહેતા પિતાને અંધારામાં રાખી બરોડાના દીકરાએ કર્યું કારનામું, પકડાઈ જતાં ભોંઠો પડ્યો!

અમેરિકામાં રહેતા પિતાને અંધારામાં રાખી બરોડાના દીકરાએ કર્યું કારનામું, પકડાઈ જતાં ભોંઠો પડ્યો!

વડોદરાના વણીયાદ ગામના અમેરિકામાં રહેતા પિતાનું પુત્ર દ્વારા ખોટું કુલમુખત્યારનામું બનાવી જમીન બરોબર વેચી દેવાનો ઈરાદો સામે આવ્યો છે. પરંતુ આ કારનામું કરવામાં પુત્ર નિષ્ફળ રહ્યો છે. વણીયાદ ગામના પિતા નરેન્દ્રભાઈ છેલ્લા 10 વર્ષથી 2010થી અમેરિકામાં સ્થાયી હતા. જ્યારે પિતા 2019માં ભારત આવ્યા તો ખબર પડી કે, પુત્ર મિતેષ, વકીલ અને સાક્ષી દ્વારા 2014માં પિતાની ખોટી સહી કરી કુલમુખત્યારનામું બનાવી દીધું હતું.

પુત્ર તો બારોબર જમીન વેચી દેવાની ફિરાકમાં જ હતો. પુત્ર દ્વારા પિતાને ધમકી અપવામા આવી હતી કે જમીન કે ખેતરમાં પગ મુકશો તો ટાટિયા તોડી નાખીશ. પિતા દ્વારા શિનોર સ્ટેશને ખોટા કુલમુખત્યારનામું અને પુત્રની ધાક ધમકી આપી ફરિયાદ કરવામાં આવી હતી. શિનોર પોલીસે પુત્ર મિતેશની ધરપકડ કરી છે. જો કે વધુ બેની ધરપકડ કરવાની હજુ બાકી છે.

વડોદરાના વણીયાદ ગામના વતની નરેન્દ્રભાઈ પટેલ અને તેમની પત્ની દમયંતીબેન ત્રણ દીકરી પિંકુબેન, જૈમીનાબેન,નૈનીતાબેન અને એક દીકરો મિતેશ છે. જૈમીનાબેનના લગ્ન અમેરિકામાં સ્થાયી જગદીશભાઈ સાથે થયેલા. પુત્રી અમેરિકામાં રહેતી હતી. પુત્રી પિતાને અમેરિકા લઈ ગયેલ ૧૦/૧૧/૨૦૧૦ થી નરેન્દ્રભાઈ અમેરિકા હતા. ૩/૨/૨૦૧૯ પાછા ભારત આવેલા નરેન્દ્રભાઈની વડીલો પારજીત ૨૭ વીંઘા જમીન છે.

૧૫/૯/૨૦૧૪ના રોજ પુત્ર મિતેશ ,વકીલ પી.સી પટેલ અને સાક્ષી ભરત પટેલની મિલીભગતથી ખોટું કુલમુખત્યારનામું બનાવાયું હતું. નરેન્દ્રભાઈને ભારત આવતા ખબર પડી. પુત્ર મિતેશ દ્વાર પિતાની ડુપ્લીકેટ સહી કરી ખોટું કુલમુખત્યારનામું બનાવ્યું છે. એવિશે પિતા દ્વારા પુત્રને પૂછતાં પુત્ર ગુસ્સે થયો ગયો અને પિતાને ધમકી આપી હતી કે, જો આ જમીન કે ખેતરમાં પગ મૂક્યો તો ટાટિયા તોડી નાખીશ.

નરેન્દ્રભાઈ પોતાની જમીન બારોબાર વેચાઈ ના જાય અને પોતાની રક્ષા માટે શિનોર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે. શિનોર પોલિસે દ્વારા કલમ- ૪૬૫,૪૬૭, ૪૬૮,૫૦૪,૧૧૪ ગુનોનોંધી પુત્ર મિતેશની ધરપકડ કરેલ છે. વકીલ અને સાક્ષીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.