અમેરિકામાં રહેતાં પલીયડ ગામના ગુજરાતીએ સ્વદેશમાં લીધા અંતિમ શ્વાસ, જતાં-જતાં કરી ગયા મોટું કામ

અમેરિકામાં રહેતાં પલીયડ ગામના ગુજરાતીએ સ્વદેશમાં લીધા અંતિમ શ્વાસ, જતાં-જતાં કરી ગયા મોટું કામ

કહેવાય છે કે એક ગુજરાતી ભલે વર્ષો સુધી વિદેશમાં રહે પરંતુ વતન પ્રત્યેનો પ્રેમ તેના હ્યદયમાં સદાય જીવંત રહે છે. કલોલ પાસેના પલીયડ ગામના મૂળ રહેવાસી અને વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલાં NRIએ તેમના અંતિમ શ્વાસ વતનની ધરતી પર લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેમના મૃત્યુ બાદ તેમની માલિકીની લાખો રૂપિયાની જમીન સમાજને અર્પણ કરી સખાવતનું અનોખું ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું.

કલોલ તાલુકાના પલીયડ ગામના માધુજી રેવાજી ચૌધરી તેમના પુત્રો પૃથ્વીરાજ અને કાંતિભાઈ સહિત પરિવાર વર્ષોથી અમેરિકા સ્થાયી થયા છે. અમેરિકાની ધરતી પર સ્વબળે પ્રગતિના સોપાનો સર કરી રહેલાં પરિવારના મોભી માધુજી ચૌધરી 87 વર્ષની વયે પોતાના વતનમાં અંતિમ સ્વાસ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

પલીયડમાં થોડોક સમય વિતાવ્યા બાદ તેમનું અવસાન થતાં પરિવારજનોએ પિતાના આ વનત પ્રેમને અનુમોદન આપતાં હોય તેમ તેમની માલિકાની લાખો રૂપિયાની જમીન 27 ચૌધરી સમાજને સમાજવાડી બનાવવા માટે દાન આપી વતન પ્રત્યેનું ઋણ અદા કર્યું હતું. ચૌધરી સમાજની આ અનોખી સખાવતી પહેલને સમાજે વધાવી ખુબ પ્રશંસા કરી હતી.