અમેરિકામાં બર્થરાઇટ સિટિઝનશીપ રદ કરવા અંગે ગંભીરતાપૂર્વક વિચારણા ચાલુ : ટ્રમ્પ

અમેરિકામાં બર્થરાઇટ સિટિઝનશીપ રદ કરવા અંગે ગંભીરતાપૂર્વક વિચારણા ચાલુ : ટ્રમ્પ

ગેરકાયદે ઇમિગ્રેશન બંધ કરવા અમેરિકન પ્રમુખ મક્કમ

હાલમાં અમેરિકામાં જન્મ લેતા બાળકોને ઓટોમેટિક અમેરિકાની નાગરિકતા મળી જાય છે

(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. 22 ઓગસ્ટ, 2019, ગુરૂવાર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બર્થરાઇટ સિટિઝનશીપ અંગેની અમેરિકન નીતિ બંધ કરવાની ચેતવણી આપી છે. આ નીતિ હેઠળ અમેરિકામાં જન્મ લેતા બાળકોને ઓટોમેટિક અમેરિકાની સિટિઝનશીપ મળી જાય છે.

ઉલ્લેખનીય છે ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદે ઇમિગ્રેશન પર અંકુશ મૂકવાના તમામ પગલા લઇ રહ્યાં છે. તેમના જણાવ્યા અનુસાર બર્થરાઇટ સિટિઝનશીપ નીતિનો પણ મોટા પ્રમાણમાં દુરૂપયોગ થઇ રહ્યો છે. 

ટ્રમ્પે વ્હાઇટ હાઉસની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે અમે ખૂબ જ ગંભીરતાપૂર્વક બર્થરાઇટ સિટિઝનશીપ નીતિ બંધ કરવાનું વિચારી રહ્યાં છીએ. આ નીતિ ખરેખર અયોગ્ય છે. 

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા આ નીતિની ભારે ટીકા કરવામાં આવી હતી. આ કેવી નીતિ છે કે તમે અમેરિકા આવો, બાળકને જન્મ આપો અને આ બાળક જન્મની સાથે જ અમેરિકામનો નાગરિક બની જાય.

અમે આ નીતિ બંધ કરવા અંગે ખૂબ જ  ગંભીરતાપૂર્વક વિચારી રહ્યાં છે.  2016ના ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે વચન આપ્યું હતું કે તેઓ બર્થરાઇટ સિટિઝનશીપ  અંગેની નીતિ બંધ કરશે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના બંધારણના 14મા સુધારા મુજબ અમેરિકામાં જન્મ લેતા બાળકોને અમેરિકાના નાગરિક ગણવામાં આવે છે.  ભારતીય મૂળના ડેમોક્રેટિક સેનેટર અને આગામી ચૂંટણી માટે પ્રમુખપદના ઉમેદવાર કમલા હેરિસે ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનની મજાક ઉડાવતા જણાવ્યું છે કે ટ્રમ્પે ગંભીરતાપૂર્વક અમેરિકાના બંધારણને વાંચવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ ગેરકાયદે ઇમિગ્રેશન પર શરૂઆતથી જ આક્રમક રહ્યાં છે. ેતેઓ અમેરિકા પ્રવેશતા ગેરકાયદેસર પ્રવાસીઓને રોકવા માટે પણ મોટા પાયે કાર્ય કરી રહ્યાં છે.

તે આ મુદ્દે કેટલા ગંભીર છે તે વાતનો અંદાજ એ વાત પરથી લાગી શકાય છે કે તેમણે ભીરે વિરોધ છતાં મેક્સિકો સરહદે ેદિવાલ બનાવવાનું કાર્ય શરૂ કરી દીધું છે. તેમનું માનવું છે  કે મેક્સિકો સરહદે દિવાલ બનાવવાથી મેક્સિકોમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસતા પ્રવાસીઓને રોકી શકાશે.