અમેરિકામાં પેટ્સની માંગ 90 ટકા વધી, કપરા સંજોગોમાં એકલતા દૂર કરવા લોકો પેટ્સ પણ દત્તક લઈ રહ્યાં છે

અમેરિકામાં પેટ્સની માંગ 90 ટકા વધી, કપરા સંજોગોમાં એકલતા દૂર કરવા લોકો પેટ્સ પણ દત્તક લઈ રહ્યાં છે

વોશિગ્ટન. કોરોના મહામારીએ માનવજીવનનાં ઘણાં પાસાંને અસર કરી છે. અમેરિકામાં લોકો એકલતા દૂર કરવા ઘરોમાં પશુઓનું સ્વાગત કરી રહ્યા છે. જે લોકોએ પહેલાં ક્યારેય કોઇ પશુ પાળ્યું નહોતું તેઓ હવે તેમાં રસ દાખવી રહ્યા છે. હ્યુમન સોસાયટી અમેરિકાના સીઇઓ કિટી બ્લોકે કહ્યું કે દેશભરમાં પેટ્સ પાળવાનો આગ્રહ 90 ટકા વધ્યો છે. 
ગત વર્ષની તુલનાએ માર્ચ, એપ્રિલમાં આશ્રય સ્થળોથી બમણાં કૂતરા-બિલાડી દત્તક લેવાયાં છે. પશુપ્રેમીઓ પણ પશુ આશ્રય અને બચાવ કેન્દ્રોની સહાયતા કરે છે. તેમના કર્મચારી અને સ્વયંસેવકો પણ ઘરોમાં બંધ છે. ઓછા પશુ હોવાથી આશ્રય સ્થળોને અન્ય પશુઓ અને નવા આવનારા પર ધ્યાન આપવાની તક મળી છે. પશુ બચાવ કેન્દ્ર, ન્યુ ઓરલિયાન્સના વાઇસ પ્રેસિડેન્ટ જિની બાઉમાન રોબિલોટાએ કહ્યું કે પેટ્સની માગ વધી છે. ભવિષ્ય પ્રત્યે અનિશ્ચિત્તા છતાં પશુઓ માટે પ્રેમથી લોકોનું જીવન બદલાઇ જશે.
આશ્રયસ્થળો પણ નક્કી કરે છે કે આ પ્રસંગે પશુ પાળવા કે દત્તક લેનારા લોકો સમજે કે લાંબા સમય માટે એક નવી જવાબદારી સંભાળવા જઇ રહ્યા છે. બ્લોક કહે છે કે લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે તેઓ કેવા પ્રકારની જવાબદારી ઉઠાવવા જઇ રહ્યા છે. ઘણાં ઉદાહરણો છે કે જેમાં લોકો કોઇ ડોગ કે બિલાડીની દેખરેખ રાખી રાહત મેળવે છે. 30 વર્ષની અદિતિ શ્રીવાસ્તવ પતિ અંગે ચિંતિત છે. તેમના પતિ મેલ નર્સ છે. વાઇરસ પીડિત દર્દીઓની દેખરેખ રાખતા સમયે તેમના સંક્રમિત થવાનું જોખમ રહે છે. માર્ચના અંતમાં કોરોલિનાના ગ્રામીણ ક્ષેત્રમાં તેમને એક ઈજાગ્રસ્ત ડોગ મળ્યો, જેને તેઓ ઘરે લઇ આવ્યાં. અદિતિએ પહેલાં તેને બોજ સમજતી પરંતુ જલદી તેનું હૃદય પરિવર્તન થઇ ગયું. તેઓ કહે છે કે ક્વોરન્ટાઇન દરમિયાન મને પહેલીવાર લાગ્યું કે હું કોઇની મદદ કરી રહી છું. એકાંતમાં અલગ રહેનારા લોકો માટે કોઇ પશુનો સાથ રાહત આપે છે.