અમેરિકામાં પટેલ પરિવાર સાથે બનેલી કરૂણાંતિકા મુદ્દે મોટો ખુલાસો, જાણો મોત કેવી રીતે થયું

અમેરિકામાં પટેલ પરિવાર સાથે બનેલી કરૂણાંતિકા મુદ્દે મોટો ખુલાસો, જાણો મોત કેવી રીતે થયું

અમેરિકાના ન્યુજર્સીમાં પોતાના ઘરનાં સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં મૂળ ગુજરાતી એવાં કામરેજના મોરથાણાના પટેલ પરિવારનાં 3 સભ્યોનાં મોત નિપજ્યા છે. જો કે, આ તમામ મોત શંકાસ્પદ હોવાથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનામાં ઘરના સ્વિમિંગ પૂલમાં ગુજરાતી વૃદ્ધ, પુત્રવધૂ અને પૌત્રીના મૃતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં પોલીસે એવું તારણ કાઢ્યું હતું કે સ્વિમિંગ સારૂં ન આવડતું હોવાને કારણે ત્રણેય મોત નિપજ્યા હશે. પરંતુ આજે આ ઘટનામાં મોટો ખુલાસો થયો છે.

અમેરિકાના ન્યુજર્સીમાં પોતાના ઘરનાં સ્વિમિંગ પુલમાં કામરેજના મોરથાણાના પટેલ પરિવારનાં સાથે મોટી કરૂણાંતિકા સર્જાઈ છે, તેમાં મોટો ખુલાસો થયો છે. પોતાના ઘરનાં સ્વિમિંગ પુલમાં 8 વર્ષની દીકરીને બચાવવા જતા માતા અને દાદા પણ ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. ન્યૂજર્સીમાં પોતાના જ ઘરમાં આલીશાન સ્વિમિંગ પુલ બનાવેલો હતો. જેમાં પરિવારમાં રહેલી 8 વર્ષની દીકરી તેમાં સ્વીમીંગ કરી રહી હતી. પરંતુ સ્વિમીંગ પુલ 6 ફૂટથી પણ વધારે હોવાથી તે પાણીમાં ડૂબી રહી હતી.

આ ઘટના જોતા બાળકીને બચાવવા જતા તેની માતા અને દાદા દોડી આવ્યા હતા. એક ક્ષણભરનો વિચાર કર્યા વગર તેઓ પણ સ્વિમીંગ પુલના પાણીમાં કૂદી પડ્યા હતા. પરંતુ તેઓને પણ તરતા આવડતું નહોતું જેના કારણે 8 વર્ષીય બાળકી સહિત, માતા અને દાદાનું કરૂણ મોત નિપજ્યું હતું. કામરેજના મોરથાણાના પટેલ પરિવાર સાથે અમેરિકાના ન્યૂજર્સીમાં મોટી કરૂણાંતિકા સર્જાતા તેમના વતન સુરતના પરિવારજનોમાં દુ:ખના ડુગરો તૂટી પડ્યા છે.

શું હતી સમગ્ર ઘટના

20 દિવસ પહેલાં જ કામરેજના મોરથાણાના પટેલ પરિવારે ન્યુજર્સીના ઈસ્ટ બર્નસ્વિક ખાતે ક્લિયર વ્યૂ રોડ પર કરોડો રૂપિયામાં સ્વિમિંગ પુલ સાથેનું આલિશાન ઘર ખરીદ્યું હતું. સોમવારે ઘરમાંથી બૂમો સંભળાતાં પાડોશીઓએ પોલીસને કોલ કરીને આ મામલે જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને જોયું તો સ્વિમિંગ પુલમાં ત્રણ લોકો ડૂબેલાં હતા. પોલીસે તમામને બચાવવાનો પ્રયાસ કર્યો. પણ 33 વર્ષીય નિશા પટેલ અને તેની 8 વર્ષીય દીકરી તથા સસરા 62 વર્ષીય ભરત પટેલનું મોત નિપજ્યું હતું.

શરૂઆતમાં તમામને ઈલેક્ટ્રીક શોક આપીને હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પણ પોલીસ તપાસમાં તેઓનાં મોત ડૂબવાના કારણે જ થયા હોવાનું બહાર આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં ત્રણેય લોકોને ખૂબ સારું તરતાં આવડતું ન હોવાથી ઘટના બની હોઈ શકે એવી શંકા પોલીસે વ્યક્ત કરી હતી જો કે, પોલીસે તપાસ કરતા મોટો ખુલાસો થયો હતો.

આ દૂર્ઘટનામાં ઘરની પાછળના ભાગમાં આવેલો સ્વિમિંગ પૂલ જમીનથી થોડો ઉપર હતો. પાડોશીએ પણ વીજ શોક અપાયાની શંકા વ્યક્ત કરી હતી. પરંતુ પોલીસે વીજ શોક અપાયાની થીયરીનો પાછળથી ઈનકાર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, સ્વિમિંગ પૂલના વચ્ચેનો અને શરૂઆતનો ભાગ ઊંડો છે. પ્રાથમિક તપાસમાં ત્રણેય લોકોને ખૂબ સારું તરતાં આવડતું ન હોવાથી ઘટના બની હોઈ શકે એવી શંકા પોલીસે વ્યક્ત કરી છે.

ન્યુજર્સીના ઈસ્ટ બર્નસ્વિક ખાતે ક્લિયર વ્યૂ રોડ પર પટેલ પરિવારે હાલમાં અંદાજે 3.4 કરોડ રૂપિયામાં નવું મકાન ખરીદ્યું હતું. મેયર બ્રાડ કોહનએ આ અંગે દૂખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘આ ઘટના આખા ઈસ્ટ બર્નસ્વિક માટે આઘાતજનક છે. મૃતકોના પરિવાર સાથે અમે લાગણી વ્યક્ત કરીએ છીએ.’ આ ઘટનાના સમાચાર મળતાં જ પરિવારજનો અને સંબંધીઓ મોટી સંખ્યામાં ઘર પર એકત્ર થયા હતા. જોકે તેમણે મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું.