અમેરિકામાં કોરોનાવાયરસની રસીની ટેસ્ટ શરૂ

અમેરિકામાં કોરોનાવાયરસની રસીની ટેસ્ટ શરૂ

દુનિયાભરમાં કોરોના વાયરસ કાળ બનીને ત્રાટકયો છે. WHOએ તેને મહામારી જાહેર કરી દીધી છે. તેનાથી અત્યાર સુધીમાં 7000થી વધુ લોકોના જીવ ગયા છે. અમેરિકામાં પણ કોરોના વાયરસથી 60થી વધુ લોકોના મોત થયા છે. અમેરિકાએ કોરોના વાયરસની વેકસીનનું એટલે કે રસીનું પરીક્ષણ શરૂ કરી દીધું છે. સોમવારના રોજ પહેલા એક શખ્સ પર આ રસીનો પ્રયોગ કરાયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેની પ્રશંસા કરી અને કહ્યું કે આ દુનિયાભરમાં સૌથી ઝડપથી વિકસિત કરનાર રસી છે.

ચીનથી દુનિયાના 141 દેશોમાં ફેલાતા કોરોનાને હજુ સુધી રસી કે કોઇ નિશ્ચિત દવા વિકસિત થઇ નથી. એવામાં જો અમેરિકા સરળ થાય છો તો આ મોટી વાત હશે. જો કે આ ટેસ્ટમાં સમય લાગશે. આ પ્રાયોગની સ્ટડી લીડર ડૉ.જેક્સને કહ્યું કે કોરોના વાયરસ જેવી આપદાઓને દૂર કરવા માટે દરેક પ્રયાસ થઇ રહ્યા છે.

ઓળખ છતી ના કરવાની શરત પર 45 લોકોને આ પ્રયોગ માટે પસંદ કરાયા છે. તેમને અલગ-અલગ માત્રામાં રસી અપાશે. જો કે જોવાનું એ રહેશે કે આ રસીની કોઇ આડઅસર તો નથી થતી ને. સોમવારના રોજ એક વ્યક્તિને રસી અપાઇ. ત્યારબાદ બીજા ત્રણ લોકો પર આ પરીક્ષણ કરાશે. આ 45 લોકોને અલગ રાખવામાં આ્યા છે. તમામની ઉપર થનાર અસરનો અભ્યાસ કરાશે.

43 વર્ષની એક મહિલા જેનિફર હેલપ પણ તેમાં સામેલ થશે. તેમણે કહ્યું, ‘હું ખૂબ જ અલગ મહેસૂસ કરી રહી હતી પરંતુ આ રીતે જો કોઇને કામ આવીએ તો આ અમારું સૌભાગ્ય છે.’ આ વેકસીનનો કોડ નેમ mRNA-1273 અપાયું છે. અમેરિકા જ નહીં દુનિયાભરના કેટલાંય દેશ કોરોના વાયરસની રસી બનાવામાં લાગ્યા છે. તેમાં રશિયા, ચીન અને સાઉથ કોરિયા સામેલ છે.

આ રિસર્ચ માટે 18 થી 55 વર્ષના લોકોની પસંદગી કરાઇ છે. બાદમાં તેમના બ્લડ સેમ્પલ લેવાશે જેના પરથી જાણી શકાશે કે કોઇ સાઇડ ઇફેકટ તો નથી થઇ રહીંને. જો કે આ વેકસીન પણ રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારનારી છે. ડૉકટરે કહ્યું કે આ રસીથી સંક્રમણનો ખતરો નથી કારણ કે તેનું પ્રોટીન હ્યુમન સેલના સંપર્કમાં આવતું નથી.