અમેરિકામાં કોરોનાએ માઝા મૂકી : કુલ દર્દીઓની સંખ્યા 51 લાખને પાર

અમેરિકામાં કોરોનાએ માઝા મૂકી : કુલ દર્દીઓની સંખ્યા 51 લાખને પાર

અમેરિકામાં કોરોનાએ માઝા મૂકી છે. શનિવારે જ કોરોનાના દર્દીઓની સંખ્યા યુએસમાં ૫૦ લાખને પાર કરી ગઈ હતી. આખા વિશ્વમાં કુલ ૭.૩૦ લાખનાં મોત થયાં છે તેના ત્રીજા ભાગનાં મોત એકલા અમેરિકામાં થયાં છે. યુએસમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૫૧.૫૦ લાખ થઈ જ્યારે ૧.૬૫ લાખ દર્દીઓ મોતને ભેટયાં છે. છેલ્લા ૨૪ કલાકમાં યુએસમાં નવા ૫૪,૧૯૯ કેસ નોંધાયા હતા અને ૯૭૬નાં મોત થયાં હતાં. બીજી તરફ બીજા ક્રમના સૌથી વધુ સંક્રમિત દેશ બ્રાઝિલમાં ૧ લાખથી વધુના મોત થયા છે.

અસરગ્રસ્તો માટે ટ્રમ્પનું રાહત પેકેજ

અમેરિકામાં કોરોનાગ્રસ્તોને રાહત આપવા ટ્રમ્પે પેકેજ જાહેર કર્યું હતું. જેઓ બેકાર થયા છે અને નોકરી ગુમાવી છે તેમને સરકાર દ્વારા દર અઠવાડિયે ૪૦૦ ડોલરની ખાસ સહાય આપવામાં આવશે.

રશિયામાં નવા ૫,૧૮૯ કેસ પ્રકાશમાં આવ્યા

રશિયામાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૫,૧૮૯ કેસ પ્રકાશમાં આવ્યા હતા. પરિણામે કુલ દર્દીઓની સંખ્યા વધીને ૮,૮૨,૩૪૭ થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૭ લોકોએ જીવ ગુમાવ્યા હતા. કુલ મૃતાંક ૧૪,૮૫૪ થયો છે. આ ઉપરાંત કોરોનાની મહામારી વચ્ચે સિંગાપુરમાં રવિવારે ૫૫મા નેશનલ ડેની ઉજવણી કરવામાં આવી હતી. પીએમ લી સેન લૂંગે લોકોને સાથે મળીને કોરોના સામે લડવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આ રોગચાળો જલદીથી ખતમ થશે નહીં. ( Source – Sandesh )