અમેરિકામાં કેટલાકને ગ્રીન કાર્ડ મેળવતા ૧૫૦ વર્ષ લાગી જશે!

અમેરિકામાં કેટલાકને ગ્રીન કાર્ડ મેળવતા ૧૫૦ વર્ષ લાગી જશે!

। ન્યૂયોર્ક ।

અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા માટે કન્ટ્રી ક્વોટાની મર્યાદાને કારણે ગ્રીન કાર્ડ ઇશ્યૂ કરવામાં મોટો બેકલોગ સર્જાયો છે. ગ્રીન કાર્ડ મેળવવા રાહ જોઈ રહેલા ૧.૫ મિલિયન ભારતીયોમાં એન્જિનિયર્સ, ડોક્ટર્સ, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ અને STEM PhDsનો સમાવેશ થાય છે. જો ગ્રીન કાર્ડ ઇશ્યૂ કરવા ભારત માટે ૭ ટકાનો કન્ટ્રી કેપ હટાવવામાં ન આવે તો કેટલાક લોકોને ગ્રીન કાર્ડ મેળવતા ૧૫૦ વર્ષ લાગી શકે છે. કેટલાક લોકો હજી સાડા પાંચ વર્ષ પછી પણ ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે.

ટ્રમ્પ સરકારની વિસંગત નીતિનાં કારણે તેમજ કેટલીક જટિલ પ્રક્રિયાને કારણે અમેરિકામાં ગ્રીન કાર્ડ ઇશ્યૂ કરવાનાં બેકલોગમાં સતત વધારો થઈ રહ્યો છે. આશરે ૧.૫ મિલિયન ભારતીયો ગ્રીન કાર્ડ મેળવવાની રાહ જોઈ રહ્યા છે. વર્ષ ૨૦૧૫માં અનિર્બન દાસ દ્વારા સ્કિલ્ડ ઇમિગ્રન્ટસ ઇન અમેરિકા (SIIA) નામનું એક ફેસબુક ગ્રૂપ રચવામાં આવ્યું હતું જેનો હેતુ જે લોકો ગ્રીન કાર્ડ મેળવવા માટે કે અમેરિકાની કાયમી સિટિઝનશિપ મેળવવા માગતા હોય તેવા H૧-B વિઝા ધારકોને વર્ક પરમિટમાં એક્સ્ટેન્શન તેમજ ગ્રીન કાર્ડની રાહ જોતા ભારતીય પ્રોફેશનલ્સમાં જાગૃતિ ફેલાવવાનો છે.

રોજગાર આધારિત ઇમિગ્રન્ટસની સંખ્યા વધશે

બાઇડેનનાં નવા સુધારેલા ઔઇમિગ્રેશન બિલને સેનેટની મંજૂરી મળશે તો એમ્પ્લોયમેન્ટ આધારિત ઇમિગ્રન્ટસની સંખ્યા ૧,૪૦,૦૦૦થી વધીને ૧,૭૦,૦૦૦ થશે અને ૧૦ વર્ષથી વધુ માન્ય વિઝા પિટિશનની સંખ્યાની મર્યાદા પણ દૂર કરાશે. આને કારણે વર્ષોથી રાહ જોનારા ભારતીયોને રાહત મળશે.

( Source – Sandesh )