અમેરિકામાં અશ્વેતોની નસબંધીને લઇને થયો ચોંકાવનારો ખુલાસો

અમેરિકામાં અશ્વેતોની નસબંધીને લઇને થયો ચોંકાવનારો ખુલાસો

આ સપ્તાહે એક અભ્યાસે અમેરિકામાં અશ્વેતોની નસબંધીને લઇ ચોંકાવનારો ખુલાસો થયો છે. 1929 થી 1974 સુધી અમેરિકાના નોર્થ કેરોલીના રાજ્યમાં એક નસબંધી કાર્યક્રમ ચલાવામાં આવ્યો હતો. આ સ્ટડીનું કહેવું છે કે આ કાર્યક્રમ સ્પષ્ટ રીતે અમેરિકાની અશ્વેત વસતીને નિયંત્રિત કરવા માટે શરૂ કરાયો હતો જે યુએનની ‘જેનોસાઇડ’ની પરિભાષા સાથે મળતો આવે છે.

7600 પુરૂષો, મહિલાઓ અને એટલે સુધી કે દસ વર્ષની ઉંમરના બાળકોની નસબંધી આ કાર્યક્રમની અંતર્ગત કરી દેવામાં આવી હતી, જે લોકોના હિત માટે શરૂ કરાયું હતું. જેથી કરીને લોકોને મંદબુદ્ધિના બનતા અને ઘણા બધા લોકોને માતા-પિતા બનવાથી રોકી શકાય. મોટાભાગના લોકોને દબાણ કરવામાં આવ્યું પરંતુ કેટલીક સ્ત્રીઓની પાસે બર્થ કંટ્રોલનું કોઇ સાધન નહોતું તેમણે માંગણી કરી કે તેમને અનફિટ જાહેર કરીને તેમની નસબંધી કરાય. આ નવી સ્ટડીના પેપર અમેરિકન રિવ્યુ ઓફ પોલિટિકલ ઇકોનોમીમાં છપાયા છે.

આ અભ્યાસમાં 1958 થી 1968 સુધીના સમયનું પરીક્ષણ કરાયું છે. આ સમયગાળા દરમ્યાન 100 કાઉન્ટીઓમાં 2100 જેટલા ગેરકાયદેસર નસબંધી થઇ હતી. અભ્યાસના સંશોધનકારોએ શોધી કાઢ્યું છે કે અશ્વેત લોકોમાં નસબંધીની ટકાવારી તેમનો બેરોજગારીનો દર વધવાની સાથે વધ્યો છે.

ડ્યૂક યુનિવર્સિટીમાં પ્રોફેસર અને સ્ટડીના કો-ઓથર વિલિયમ ડેરિટી જુનિયરના મતે જેનોસાઇડ કે જાતીય નરસંહારની પરિભાષાના મતે જેનોસાઇડ કોઇ રાષ્ટ્રીય, જાતીય, ધાર્મિક કે નસ્લીય ગ્રૂપનો પૂરો કે તેનો એક હિસ્સો નષ્ટ કરવાનો છે. જીનેવા સમજૂતીના મતે તેમાં એ પણ સામેલ છે કે આ ગ્રૂપ માટે એવા નિયમ લાગૂ કરવો જેનો ઇરાદો તેમનું પ્રજનન રોકવાનો હોય, ડેરિટી કહે છે કે પોતાના કાળા નાગરિકો પર ખોટા રેશિયોમાં સૃજનન નસબંધી કરાવવી નોર્થ કેરોલિનાનો જેનોસાઇડ એક્ટ જ છે.

પહેલાં એ ખબર પડી હતી કે આ પ્રકારના નસબંધી કાર્યક્રમો દ્વારા અશ્વેત લોકોની વસતીને નિશાના પર લેવામાં આવી છે, પરંતુ નવા અભ્યાસથી એ પદ્ધતિ અને ઉદ્દેશ અંગે વધુ ખબર પડી છે. આ સ્ડીનો કો-ઓથર વુમેન્સ ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ, ઇક્વિટી એન્ડ રેસની રોંડા શાર્પ કહે છે કે અશ્વેત લોકો અને તેમના પ્રજનનને નિયંત્રણ કરવું કોઇ નવી વાત નથી. અમારી અભ્યાસ પરથી ખબર પડી કે ઉત્તર કેરોલિના એ પ્રજનન સ્વતંત્રતાને પ્રતિબંધિત કરી દીધી, અશ્વેત રહેવાસીઓને નાગરિકતાના અધિકારથી વંચિત કરવા માટે સુજનન વિજ્ઞાનનો ઉપયોગ કર્યો. ( Source – Sandesh )