અમેરિકામાંથી ડિપોર્ટ 5 યુવકની આપવીતી / પનામાના જંગલોમાં પશુઓનું માંસ ખાધુ, કીચડ નિચોવી પાણી પીધુ

અમેરિકામાંથી ડિપોર્ટ 5 યુવકની આપવીતી / પનામાના જંગલોમાં પશુઓનું માંસ ખાધુ, કીચડ નિચોવી પાણી પીધુ

  • સંગરોલીના રજતને પિતાએ જમીન વેચી એજન્ટને 35 લાખ રૂપિયા આપ્યા, હવે મજૂરી કરી દિવસો વિતાવે છે, માતા કોમામાં છે
  • જંગલ માફીયાની ગોળી લાગવાથી ગુજરાતના એક યુવકનું મોત થયું હતું, તેની લાશને કીડા ખાતા હતા

અંબાલા. અમેરિકામાં ડોલર કમાવવાના સ્વપ્ન લઈ ગયેલા દેશના અનેક રાજ્યોના યુવાનોને છેતરપિંડીનો શિકાર બનવું પડ્યું છે. આ મુસાફરીમાં તેમને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ યુવાનોએ તેમની સાથે ગયેલા અન્ય યુવકોના પનામાના જંગલોમાં સડતા મૃતદેહો જોયા તો બીજી બાજુ શાકાહારી લોકોએ પશુઓનું માંસ ખાવુ પડ્યું હતું. એટલું જ નહીં પાણીની તરસ છીપાવવા કીચડને નિચોવી પાણી પીવુ પડ્યું હતું. કોઈ યુવક તેના પૂર્વજોની વારસામાં મળેલી જમીન વેચીને અમેરિકા ગયો હતો તો કોઈ પ્લોટને ગીરવે મૂકીને નાણાંની વ્યવસ્થા કરી ગયો હતો. કેટલાક પરિવાર તો એવા પણ હતા કે જેમણે દિકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે ખેતીવાડીની જમીન વેચી દીધી હતી અને મજૂરી કરવા મજબૂર થયા.

1. એક દિવસમાં ઈક્વાડોર પહોંચ્યો, અમેરિકા બોર્ડર પહોંચવામાં સાડા 5 મહિના સમય લાગ્યો
અંબાલા જિલ્લાના બરોડાથી ગયેલ 24 વર્ષિય યુવક અમિત કુમાર કહે છે કે અમેરિકા જવા માટે એજન્ટને 15 લાખ રૂપિયા આપ્યા હતા. મુંબઈથી એક દિવસમાં જ ઈક્વાડોર પહોંચી ગયા, પણ મેક્સિકોમાં અમેરિકાની સરહદ સુધી પહોંચવામાં સાડા પાંચ મહિના લાગ્યા. ઈક્વાડોરથી કોલંબિયા અને ત્યાંથી પનામા મોકલવામાં આવ્યાં, જ્યાં જંગલોમાંથી પસાર થતા ફાયરિંગ પણ કરવામાં આવી. આ ઘટનામાં ગુજરાતના એક યુવકને ગોળી વાગતા મોત થયું હતું. પાછળથી આવેલી અન્ય લોકોની બેંચે કહ્યું કે તે યુવકની લાશ કીડા કોતરી ખાઈ રહ્યા હતા. જ્યારે મેક્સિકોની ટિજુઆના બોર્ડરને પાર કરી તો અમેરિકન લશ્કરે પકડી લીધા. જેલમાં આશરે સાત મહિના રહ્યા. તેમને 1લી જૂનના રોજ અમેરિકાથી અમૃતસર ડિપોર્ટ કરી દેવામાં આવ્યા. પરત ફરતી વખતે એવું લાગી રહ્યું હતું કે નવો જન્મ મળ્યો.

2. માતા કોમામાં છે, પિતાએ મજૂરી કરી ભરણપોષણ કરવું પડે છે 
કૈથલના ગામ સંગરોલીના રહેતા રામકુમારે કહ્યું કે મારે બે દિકરા છે. ત્રણ વર્ષ અગાઉ બન્ને દિકરા એજન્ટ મારફતે અમેરિકા મોકલવામાં આવ્યા હતા. એજન્ટે એક નંબરમાં દિકરાને અમેરિકા મોકલવાની વાત કહી હતી, પણ અમારી સાથે છેતરપિંડી થઈ. મેક્સિકોમાં અમેરિકી દિવાલથી બન્ને દિકરા રજત અને ભૂપેન્દ્રને અમેરિકામાં પ્રવેશ કરાવ્યો. જ્યાં બન્નેને પોલીસે પકડી લીધા. અમેરિકાની કોર્ટમાં કેસ લડ્યા તો 10 લાખનો ખર્ચ થયો. 35 લાખ રૂપિયા એજન્ટે અગાઉથી જ હડપ કરી લીધા હતા. એજન્ટની છેતરપિંડીને લીધે માનસિક અને આર્થિક બન્ને રીતે નુકસાન સહન કરવું પડ્યું. બે એકર જમીન હતી તે પણ વેચાઈ ગઈ છે. હવે હું મજૂરી કરી ગુજરાન ચલાવું છું. રજતની માતા પણ આ ઘટના સહન ન કરી શકી અને કોમામાં જતી રહી.

3. જમીન વેચી એજન્ટને 18 લાખ રૂપિયા
કેથલના ઢાંડ નિવાસી મેજર સિંહ કહે છે કે અમેરિકા જવા માટે તેમણે જમીન વેચી સાડા 13 લાખ રૂપિયા એજન્ટને આપ્યા હતા. 26 માર્ચ 2019ના રોજ તેને દિલ્હી એરપોર્ટ ઓથોરિટીથી ઈથોપિયાની રાજધાની અદિસ અબાબા મોકલવામાં આવ્યો. ત્યારબાદ અનેક દેશો અને જંગલના માર્ગે તે ત્રણ મહિનામાં મેક્સિકો પહોંચ્યો. ત્યારબાદ ત્યાંના માફીયાઓએ અમેરિકાની દિવાલ કૂદાવી. પણ પોલીસે પકડી લીધો. પાસપોર્ટ ન હોવાથી એક વર્ષ જેલમાં રહેવું પડ્યું. 3 લાખ રૂપિયા અમેરિકાની કોર્ટમાં કેસ લડવા પાછળ ખર્ચ થયા. એજન્ટને લીધે 18 લાખ રૂપિયા ગુમાવ્યા.

4. એજન્ટને 13 લાખ રૂપિયા આપી અમેરિકા ગયો હતો
કેથલના જ ચૂહડમાજરા નિવાસી મનીષ કુમારે કહ્યું કે અમેરિકા જવા માટે એજન્ટોને રૂપિયા 13 લાખ રૂપિયા આપ્યા હતા. ચાર દેશોની સફર કરી ઈક્વાડોર પહોંચ્યો. અહીથી જંગલ માર્ગે મેક્સિકો અને પછી દિવાલ કૂદી. જ્યાં પોલીસે પકડી લીધા. પાસપોર્ટ નહીં હોવાને લીધે 8 મહિના જેલ રહ્યો. કોર્ટ કેસમાં 3 લાખ રૂપિયાનો ખર્ચ થયો

5. સંબંધિની વાતમાં આવી રૂપિયા 35 લાખ રૂપિયા એજન્ટને આપ્યા
હાટ ગામ નિવાસી રણવિર સિંહ કહે છે કે વર્ષ 2019માં તેમના એકમાત્ર દિકરા દરદીપને 12માં ધોરણ બાદ ITI પાસ કરી લીધુ હતું. પાણીપતમાં રહેતા સંબંધિને કહ્યું કે દિકરાની કોઈ જગ્યાએ નોકરી લગાવી દો. સંબંધિએ સૂચન કર્યું કે તેમની ઓફિસમાંથી યુવકોને વિદેશ મોકલવામાં આવે છે. ત્યારબાદ ઓમપ્રકાશ નામની વ્યક્તિને 35 લાખ રૂપિયા આપ્યા. એજન્ટે 5 માર્ચ, 2019ના રોજ હદીપને સમુદ્રી જહાજથી અમેરિકા મોકલી આપ્યો. પણ પાસપોર્ટ પોતાની પાસે રાખી લીધો. અમેરિકામાં પહોંચતા હરદીપની પોલીસે ધરપકડ કરી જેલમાં પૂરી દીધો હતો.