અમેરિકાના ફ્લોરિડામાં વધુ એક ગુજરાતીની હત્યા, લૂંટના ઇરાદે યુવક પર ગોળીઓ વરસાવી

અમેરિકાના ફ્લોરિડામાં વધુ એક ગુજરાતીની હત્યા, લૂંટના ઇરાદે યુવક પર ગોળીઓ વરસાવી

અમેરિકામાં ગુજરાતી વેપારીઓની હત્યાનો સિલસિલો યથાવત છે. ગત કેટલાક મહિનાઓમાં ગુજરાતી યુવાનોને લુટારૂંઓ પોતાનો ટાર્ગેટ બનાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થઇ છે.

મહેસાણાના વિસનગરના સેવાલિયાના યુવકની અમેરિકામાં હત્યા કરવામાં આવી છે. ફ્લોરિડામાં લૂંટારૂઓએ ગોળી મારી હત્યા કરી ફરાર થઇ ગયા હતા. સ્ટોરમાં ઘુસીને દિલીપ પટેલની હત્યા કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકાના ફ્લોરિડામાં આ ઘટના બની છે. જ્યાં વિસનગરના સેવાલીયાગામના દિલીપ પટેલ નામના વ્યક્તિને ગોળીઓ મારવામાં આવી હતી. ફ્લોરિડામાં સ્ટોરમાં ઘુસી લૂંટારુઓએ દિલીપ પટેલ પર ગોળીઓ વરસાવી હતી. આ ઘટનાનાં પગલે સેવાલીયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ફ્લોરિડા પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે અને અજ્ઞાત લુટેરાઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસ અનુસાર હુમલા પાછળનું કારણ લુંટ માનવામાં આવી રહ્યું છે.