અમેરિકાથી દુનિયા માટે આવ્યા ખતરનાક સમાચાર, 150 સૈન્ય મથકો સુધી કોરોના અહીં પણ ઘૂસી ગયો

અમેરિકાથી દુનિયા માટે આવ્યા ખતરનાક સમાચાર, 150 સૈન્ય મથકો સુધી કોરોના અહીં પણ ઘૂસી ગયો

દુનિયાની સૌથી મોટી મહાશક્તિ અમેરિકાને કોરોના મહામારીએ ઘૂંટણિયે ટેકવી દીધું છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 18 હજારથી વધુ લોકોના કોરોના વાયરસથી મોત નીપજ્યા છે. જ્યારે પાંચ લાખથી વધુ લોકો આનાથી સંક્રમિત છે. કોરોના વાયરસના આ કહેરે દુનિયા પર એક મોટો ખતરો ઉભો કરી દીધો છે. આવો જણાવીએ આખા મામલા અંગે…

અમેરિકાના 150 સૈન્ય મથકો સુધી કોરોના

અમેરિકન મેગેઝિન ન્યૂઝ વીક મુજબ, અમેરિકાના 41 રાજ્યોમાં આવેલા 150 લશ્કરી ઠેકાણાઓ પર કિલર કોરોના વાયરસ પહોંચી ગયો છે. એટલું જ નહીં દુનિયામાં અમેરિકન નૌસિનિક શક્તિનું પ્રતિક મનાતા 4 પરમાણુ ઉર્જા સંચાલિત વિમાન જહાજો પણ કોરોના વાયરસની ઝપટમાં આવી ગયા છે. તાજેતરમાં જ અમેરિકન એરક્રાફ્ટ યુએસએસ થિયોડોર રૂઝવેલ્ટના 4 હજાર નૌસૈનિકોને ગુઆમ લઈ જવાયા હતા. અહીં તેમની તપાસ ચાલી રહી છે. આમાંથી મોટી સંખ્યામાં નૌસિનોકના કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આ એરક્રાફ્ટ કેરિયરના કેપ્ટને જ્યારે મદદ માંગી તો તેમને હટાવી દેવામાં આવ્યા.

અમેરિકાના 3000 સૈનિકોના કોરોના પોઝિટીવ

યુએસ સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોનના જણાવ્યા અનુસાર તેમના 3,000 સૈનિકો કોરોના પોઝિટીવ છે. એક અઠવાડિયામાં આ સંખ્યા બમણી થઈ ગઈ છે. સ્થિતિ એવી છે કે અમેરિકાની અંદર અને બહાર આવેલા તેમના ઠેકાણા સુધી કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી પગપેસારો કરી રહ્યું છે. તેના લીધે અમેરિકન સેનાની તમામ બિન જરૂરી ગતિવિધિઓ બંધ કરી દેવામાં આવી છે. આ સિવાય સૈનિકોની તાલીમ અને ભરતી પણ થઇ રહી નથી. કોરોના વાયરસે અમેરિકન નૌસેના પર સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. ત્યારબાદ આર્મી અને પછી એરફોર્સ.

કોરોનાથી બચી ના શકયા અમેરિકન સૈન્ય ઠેકાણા

અમેરિકાના 41 રાજ્યોમાં આવેલ સૈન્ય ઠેકાણાઓ કોરોના વાયરસની ઝપટમાં આવી ગયા છે. સૌથી વધુ સંકટ સાન ડિએગો, નોર્ફોક, વર્જિનિયા અને જૈક્શનવિલે, ફ્લોરિડા અને ટેક્સાસના નૌસૈનિક ઠેકાણા પર છે. યુએસ એરફોર્સના મેરીલેન્ડમાં આવેલા એરપોર્ટ પર મોટી સંખ્યામાં કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. તો સેનાના સાઉથ કેરોલિના વગેરે ઠેકાણાઓને પણ કોરોનાએ પોતાની ઝપટમાં લઇ લીધા છે.

અમેરિકાના પરમાણુ ઠેકાણાઓ સુધી પહોંચી ગયો કોરોના

કોરોના વાયરસ પરમાણુ હથિયારાના ઠેકાણા સુધી પહોંચતા દુનિયા માટે ખતરો ઉભો થઇ ગયો છે. દુનિયામાં હથિયારો પર નજર રાખતી સંસ્થાના વૈજ્ઞાનિક ક્રિસ્ટેંશનના મતે કોરોના વાયરસ હવે યુ.એસ.ના મોટાભાગના પરમાણુ શસ્ત્રોના અડ્ડાઓ પર પહોંચી ગયો છે. રક્ષા નિષ્ણાતોના મતે કોરોના વાયરસ પરમાણુ હથિયારનાં અડ્ડાઓ પર પહોંચવો એ વિશ્વ માટે ખૂબ જોખમી લક્ષણ છે. તેના લીધે તેની સુરક્ષાની સાથે ચેડા થઇ શકે છે. જોકે અમેરિકન પરમાણુ બોમ્બોની સલામતી વિશ્વમાં શ્રેષ્ઠ મનાય છે.

અમેરિકા પાસે 3800 પરમાણુ બોમ્બ

હકીકતમાં, વિશ્વની સર્વોચ્ચ મહાસત્તા, યુએસની પાસે 3800 પરમાણુ શસ્ત્રો છે. આ અણુ બોમ્બ આખી દુનિયાને કેટલીય વખત નષ્ટ કરી શકે છે. આ પરમાણુ શસ્ત્રોને લઈ જવા માટે અમેરિકા પાસે 800 મિસાઇલો છે. આ મિસાઇલો વિશ્વના કોઈપણ શહેરને આંખ ઝપકચા જ નાશ કરી શકે છે. સિપ્રીના જણાવ્યા અનુસાર અમેરિકાએ 1750 પરમાણુ બોમ્બને મિસાઇલો અને બોમ્બવર્ષક વિમાનોમાં તૈનાત કરી રાખ્યા છે. તેમાંથી 150 પરમાણુ બોમ્બ અમેરિકાએ યુરોપમાં તૈનાત કરી રાખ્યા છે જેથી કરીને રૂસ પર નજર રાખી શકાય.