અમેરિકાએ H-1B વીઝાના નિયમમાં કરી ઢીલ, ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત

અમેરિકાએ H-1B વીઝાના નિયમમાં કરી ઢીલ, ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત

ટ્રમ્પ સરકારે H-1B વીઝા પર અમેરિકા આવેલા પ્રોફેશનલ્સના જીવન સાથીઓને જોબ કરવા પર પ્રતિબંધ મૂકવાનો જે પ્રસ્તાવ આપ્યો હતો, તેને અમેરિકન પ્રશાસને આવતા વર્ષ સુધી લાગૂ નહીં કરવાનો નિર્ણય લીધો છે. આવતા વર્ષે રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં અમેરિકન સરકરની તરફથી ઉઠાવામાં આવેલું આ પગલું હજારો ભારતીય પ્રોફેશનલ્સ અને અને હાયર કરનાર કંપનીઓને થોડાંક સમય માટે જ પરંતુ મોટી રાહત આપશે.

સોમવારના રોજ US ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DoJ)એ સોમવારના રોજ અમેરિકાની એક કોર્ટને કહ્યું કે તેમણે H-4 એમ્પલોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોકયુમેન્ટ (EAD)ને પાછો લેવાનો નિયમ બનાવા માટે 2020ના સ્પ્રિંગ એટલે કે આવતા વર્ષે માર્ચથી જૂનની વચ્ચે સમયમર્યાદા નક્કી કરી છે. ટ્રમ્પની પહેલાં અમેરિકાની કમાન સંભાળી રહેલા બરાક ઓબામાની સરકારે 2015મા એક નિયમ બનાવ્યો હતો જેમાં H-1B વીઝા હોલ્ડર્સની સાથે યોગ્ય જીવન સાથીઓને ત્યાં નોકરી કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

DoJએ વૉશિંગ્ટનના ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા સર્કિટને કહ્યું કે H-4 EADને પાછો લેવાના પ્રસ્તાવિત રૂલને લાગૂ કરવાની દિશામાં કામ કરવાનો DHS (ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીઝ)નો હેતુ બદલાયો નથી. પ્રસ્તાવિત રૂલ હાલ ઇંટર-એજન્સી પ્રોસેસથી પસાર થઇ રહ્યો છે. કોર્ટ આઇટી વર્કર્સના એ ગ્રૂપની તરફથી DoJની વિરૂદ્ધ દાખલ કેસની સુનવણી કરી રહ્યું હતું જેનો આરોપ છે કે પાવર યુટિલિટી કંપની સદર્ન કેલિફોર્નિયા એડિશને તેને હટાવીને તેની જગ્યાએ શૉર્ટ ટર્મ H1B વીઝા પર અમેરિકન આવેલા એન્જિનિયર્સને રાખી લીધા છે.

આ કેસમાં ફરિયાદ કરનારનો આરોપ છે કે H-4 EAD હોલ્ડર્સ પણ જોબ માર્કેટમાં લોકલ એન્જિનિયર્સની સાથે હોડ કરી રહ્યા છે જ્યારે તેમની પાસે અમેરિકામાં કામ કરવાનો કાયદેસરનો અધિકાર નથી. H-4 EADનો સૌથી વધુ ફાયદો ભારતીય નાગરિકોને મળી રહ્યો છે, તેમાંથી મોટાભાગની ક્વોલિફાઇડ મહિલાઓ છે. 2015થી અત્યારસુધીમાં 1.2 લાખ H-4 EAD રજૂ થયા છે, જેમાંથી 90% ભારતીયોને મળ્યા છે. ટ્રમ્પ સરકારે પહેલી વખત સપ્ટેમ્બર 2017માં H-1B પરમિટ હોલ્ડર્સના જીવન સાથીઓ માટે વર્ક વીઝા પ્રોગ્રામને સસ્પેન્ડ કર્યો હતો.

ટ્રમ્પે 2016મા થયેલ ચૂંટણી પ્રચાર દરમ્યાન બાય ‘અમેરિકન, હાયર અમેરિકન’નો નારો આપ્યો હતો. તેના લીધે તાજેતરના વર્ષોમાં H-1Bના અરજી રદ કરવાની ઘટનાઓ વધી છે. જો કે H-4 EAD પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ કેટલીય વખત ટાળી દીધો છે. પાછલી ચૂંટણીમાં ઇમિગ્રેશનની વિરૂદ્ધ ઉછાળેલા સૂત્રોચ્ચારની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પ આવતા વર્ષે ઇલેકશનમાં વોટર્સને પોતાની માટે બીજી ટર્મ માંગશે.