અમેરિકાએ કંગાળ પાકિસ્તાનના ગાલે ઝીંક્યો સણસણતો તમાચો, મદદમાં મુક્યો જબ્બર કાપ

અમેરિકાએ કંગાળ પાકિસ્તાનના ગાલે ઝીંક્યો સણસણતો તમાચો, મદદમાં મુક્યો જબ્બર કાપ

કાશ્મીર મામલે ભારતે માટેલા ફટકાની હજી તો કળ પણ નથી વળી ત્યાં ભારે આર્થિક સંકટનો સમાનો કરી રહેલા પાકિસ્તાનને અમેરિકાએ વધુ નવો ઝાટકો આપ્યો છે. અમેરિકાએ કેરી લૂગર બર્મન એક્ટ અંતર્ગત પાકિસ્તાનને આપવામાં આવતી આર્થિક મદદમાં ભારે કાપ મુક્યો છે.

અમેરિકાએ નવ વર્ષ પહેલા કેરી લૂગર બર્મન એક્ટ અંતર્ગત પાકિસ્તાનને આપવામાં આવતી પ્રસ્તાવિત આર્થિક મદદમાં 44 કરોડ ડૉલરનો કાપ મુકી દીધો છે. આ કાપ બાદ પાકિસ્તાનને માત્ર 4.1 અબજ ડૉલરની મદદ જ મળશે.

આર્થિક બાબત્તોના મંત્રાલયના સૂત્રોના જવાલાથી પાકિસ્તાનના સમાચાર પત્ર એક્સપ્રેસ ટ્રિબ્બ્યુને લખ્યું છે કે, આર્થિક મદદમાં કાપના નિર્ણય વિષે ઈસ્લામાબાદને ઈમરાન ખાનના અમેરિકી પ્રવાસના ત્રણ સપ્તાહ પહેલા જ સૂચના આપી દેવામાં આવી હતી.

ઈસ્લામાબાદ આ આર્થિક મદદ ‘પાકિસ્તાન એન્હેંસ પાર્ટનર એગ્રીમેંટ (પેપા) 2010 દ્વારા મેળવતુ આવતું હતું. મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે 90 કરોડ ડોલરની બાકીની અમેરિકી મદદ મેળવવા માટે પાકિસ્તાને ગત સપ્તાહે જ પેપાની સમયમર્યાદા વધારી દીધી હતી.

ઓક્ટોબર 2009માં અમેરિકી કોંગ્રેસે કેરી લૂગર બર્મન એક્ટ પાસ કર્યો હતો અને તેને લાગુ કરવા માટે સપ્ટેમ્બર 2010માં પેપા પર હસ્તાક્ષર કર્યા હતાં. જેને અંતર્ગત પાકિસ્તાનને પાંચ વર્ષમાં 7.5 અબજ ડૉલરની આર્થિક મદદ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અધિનિયમને પાકિસ્તાનના આર્થિક સંરચનામાં રોકાણ  કરવામાં મદદના હેતુથી લાવવામાં આવ્યો હતો. જેને અંતર્ગત દેશની ઉર્જા અને પાણીની સમસ્યાને દૂર કરી શકાય.

જોકે પેપા સમજુતીને લાગુ થતા જ પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના સંબંધો બગડવાના શરૂ થઈ ગયા હતાં. તેની અસર પાકિસ્તાનની પ્રતિબદ્ધતાઓ અને આર્થિક મદદ પર પણ પડી. પાકિસ્તાનને મળવાપાત્ર 4.5 અબજ ડોલરના બદલે હવે ઘટીને 4.1 અબજ ડોલર મળશે.

પાકિસ્તાનના અધિકારીઓએ અમેરિકાના નિર્ણય પર કહ્યું હતું કે, અમેરિકા દ્વારા આપવામાં આવનારી રકમમાં માત્ર ઘટાડો પાકિસ્તાન માટે જ નથી પરંતુ ડૉનાલ્ડ ટ્રમ્પ વિકાસશીલ દેશોને આપવામાં આવનારી મદદ ઘટાડવાનીએ રણનીતિનો ભાગ છે.