અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ચાલશે મહાભિયોગ, પ્રસ્તાવ પાસ, શું હવે સત્તા પરથી હટી જશે?

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ચાલશે મહાભિયોગ, પ્રસ્તાવ પાસ, શું હવે સત્તા પરથી હટી જશે?

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિરૂદ્ધ લાવામાં આવેલ મહાભિયોગ પ્રસ્તાવના સમર્થનમાં બહુમતીમાં સાંસદોએ વોટિંગ કર્યું છે. અમેરિકન સંસદના નીચલા સદન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં આ પ્રસ્તાવ પાસ થઇ ગયો છે. તેનો મતલબ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પની વિરૂદ્ધ મહાભિયોગની કાર્યવાહી કરાશે. ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે 2020ના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સંભવિત હરિફ જો બિડેન સહિત તમામ સ્થાનિક હરીફોની છબી ખરાબ કરવા માટે યુક્રેન પાસે ગેરકાયદેસર રીતે મદદ માંગી છે.

નિષ્ણાતો માની રહ્યા છે કે ટ્રમ્પની સત્તા પણ હાલ સુરક્ષિત રહેશે કારણ કે મહાભિયોગની પ્રક્રિયા નીચલા ગૃહમાં પૂરી થયા બાદ પણ રિપબ્લિકન બહુમતીવાળા સેનેટમાંથી પાસ થવી મુશ્કેલ છે. ટ્રમ્પ એક જ સૂરતમાં હટી શકે છે જ્યારે કમ સે કમ 20 રિપબ્લિકન સાંસદ તેમની વિરૂદ્ધ વિદ્રોહનો ઝંડો ઉઠાવી લે. હાલ તેની શકયતા ઓછી જ છે. કહેવાય છે કે મહાભિયોગનો પ્રસ્તાવ રિપલ્બિકન્સને એકજૂથ કરી દેશે.

આપને જણાવી દઇએ કે ડોનાલ્ડ ટ્રમ્પની પહેલાં અમેરિકાના બીજા બે રાષ્ટ્રપતિની વિરૂદ્ધ મહાભિયોગની કાર્યવાહી થઇ છે. 1868મા એંડ્યૂ જોનસન અને 1998મા બિલ ક્લિંટનની વિરૂદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ થઇ હતી પરંતુ બંને નેતા પોતાની ખુરશી બચાવામાં સફળ રહ્યા હતા. આ સિવાય રિચર્ડ નિક્સને મહાભિયોગ પહેલાં જ રાજીનામું આપી દીધું હતું.