અમદાવાદ / વિદેશમાં ભણતાં સંતાનને નાણાં મોકલાયા હશે તો IT તપાસ કરશે

અમદાવાદ / વિદેશમાં ભણતાં સંતાનને નાણાં મોકલાયા હશે તો IT તપાસ કરશે

  • 20 હજાર કરદાતા-ટ્રસ્ટના વિદેશી વ્યવહારોની વિગત મંગાઈ
  • રિઝર્વ બેન્કની લિબરલાઈઝેશન સ્કીમનો દુરુપયોગ થયો હોવાની શંકા

અમદાવાદઃ વિદેશ પ્રવાસ, વિદેશમાં સારવાર કે વિદેશમાં ભણતાં સંતાનને પૈસા મોકલનારા કરદાતાની ઈન્કમટેક્સ વિભાગ તપાસ કરશે. રિઝર્વ બેન્કની લિબરલાઈઝેશન સ્કીમનો લાભ લઈ વિદેશ મોકલાતા નાણાંનો થતો દુરુપયોગ રોકવા આ પગલું લેવામાં આવશે.

કરદાતા ઉપરાંત કેટલાક ટ્રસ્ટો પણ ફોરિન એક્સ્ચેન્જમાંથી નાણાં વિદેશ મોકલતા હોય છે
આરબીઆઇની યોજના હેઠળ કોઇ પણ ભારતીય નાગરિક વિદેશમાં રોકાણ કરવા માટે અથવા ખર્ચા માટે વિદેશી ચલણમાં પૈસા મોકલી ત્યાંની બેન્કમાં જમા રાખી શકે છે. અત્યાર સુધી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે 20 હજાર કરદાતાએ કરેલા આ વ્યવહારોની સ્ક્રૂટિની કરી નોટિસ મોકલી છે. આવા કરદાતાએ કરેલા રોકાણો તેમજ ટ્રસ્ટની વિગતો અને મિલકતોમાં કરવામાં આવેલા રોકાણની વિગતો માંગવામાં આવી છે. આવા વ્યવહારો મોટા ભાગે વેપારીઓ અને પ્રોફેશનલ દ્વારા કરવામાં આવ્યા છે. આમાં ફોરેનમાં આપેલા દાનની વિગતો તપાસમાં કવર કરી લેવામાં આવી છે. આવા ટ્રાન્ઝેકશનના કારણે સ્કીમનો ગેરલાભ ઉઠાવવામાં આવ્યો છે તેવા કરદાતાઓ સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે. આને લઇને નાગરિકતા લેવા માટે કરવામાં આવેલા રોકાણો ઉપર આ તપાસ કરવામાં આવશે.