અમદાવાદ / બેંક ઓફ અમેરિકાએ ગિફ્ટ સિટીમાં ગ્લોબલ બિઝનેસ સર્વિસીસ સેન્ટર શરૂ કર્યું

અમદાવાદ / બેંક ઓફ અમેરિકાએ ગિફ્ટ સિટીમાં ગ્લોબલ બિઝનેસ સર્વિસીસ સેન્ટર શરૂ કર્યું

સરકારે 7 મિનિટમાં બેંકને મંજૂરી આપી હતી

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર પાસે ગિફ્ટ સિટીમાં બેંક ઓફ અમેરિકાના ગ્લોબલ બિઝનેસ સર્વિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. રૂપાણીએ જણાવ્યું કે, આઇટી સેક્ટર આવનારા દિવસોમાં અંદાજે 1 લાખ યુવાનોને રોજગાર આપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર પાસે ગિફ્ટ સિટીમાં બેંક ઓફ અમેરિકાના ગ્લોબલ બિઝનેસ સર્વિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. રૂપાણીએ જણાવ્યું કે, આવા સેન્ટર્સને ગુજરાત સરકાર સતત પ્રોત્સાહન આપતી રહેશે અને ફાયનાન્સિયલ સર્વિસિઝ અને આઇટી સેક્ટર આવનારા દિવસોમાં અંદાજે 1 લાખ યુવાનોને રોજગાર અવસર પૂરા પાડશે.

સાતમી મિનિટે મંજૂરી આપી હતી
ભારતમાં વર્ષ 2004માં ખુબ જ નાના પાયે બેન્ક ઓફ અમેરિકાએ શરૂઆત કર્યા બાદ હૈદરાબાદ, મુંબઇ, ગુડગાંવ અને ચેન્નાઇ પછી હવે ગિફટ સિટીમાં તેઓ પહોંચ્યા છે. બેન્ક ઓફ અમેરિકાના ચીફ ઓપરેશન એન્ડ ટેકનોલોજી ઓફિસર કેથરીન બેસન્ટે કહ્યું કે ગુજરાતમાં આ સેન્ટરની સ્થાપના માટે અરજી કર્યાના સાતમી મિનિટે તેમની પાસે આ માટેની મંજૂરી હતી. રાજ્ય સરકારની ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પોલિસીની તેમણે પ્રશંસા કરી હતી. આ સમારોહમાં રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ, ગિફ્ટ સિટીના ચેરમેન સુધીર માંકડ, શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવ એમ. કે. દાસ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યાં હતાં.