અમદાવાદ / ફ્લાવર શોની રૂ. 50 ફી હોવા છતાં બીજા દિવસે 50 હજાર લોકોએ મુલાકાત લીધી

અમદાવાદ / ફ્લાવર શોની રૂ. 50 ફી હોવા છતાં બીજા દિવસે 50 હજાર લોકોએ મુલાકાત લીધી

  • શનિવારે 30 હજાર લોકોએ ફ્લાવર શો નિહાળ્યો હતો
  • સોમવારથી શુક્રવાર સુધી ફ્લાવર શોની પ્રવેશ ટિકિટ રૂ. 20

અમદાવાદ: ફ્લાવર શોના બીજા દિવસે અને પ્રથમ રવિવારે 50 હજાર લોકોએ મુલાકાત લીધી હતી. મહત્ત્વની વાત એ છે કે, 50 રૂપિયા ફી હોવા છતાં પણ અમદાવાદીઓએ ઉલ્લાસભેર ફ્લાવર શો નિહાળ્યો હતો. પ્રથમ રવિવારે જ મ્યુનિ.ને રૂ. 25 લાખની આવક થઇ હતી ત્યારે પાર્કિંગમાં પણ 10 હજારથી વધારે વાહનો પાર્ક થયાં હતાં. 40 હજાર લોકોએ ત્યાં સ્થળ પરથી ટિકિટ લીધી હતી જ્યારે 10 હજાર લોકોએ ઓનલાઇન ટિકિટ લીધી હોવાનું મ્યુનિ. સૂત્રોએ જણાવ્યું હતું.

નોંધનીય છેે કે, સોમવારથી શુક્રવાર સુધી ફ્લાવર શોની પ્રવેશ ટિકિટ રૂ. 20 છે અને શનિવાર અને રવિવારે રૂ. 50 રાખવામાં આવી છે. શનિવારે 30 હજાર લોકોએ ફ્લાવર શો નિહાળ્યા બાદ રવિવારે 50 હજારથી વધારે નાગરિકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી.
કેટલાં વાહનો પાર્ક થયાં

  • 7039 ટૂ વ્હીલર
  • 3405 ફોર વ્હીલર
  • 59 થ્રી વ્હીલર
  • 10503 કુલ વાહનો