અમદાવાદ – પોર્ટુગીઝનો બનાવટી પાસપોર્ટનું કૌભાંડ ઝડપાયું

અમદાવાદ – પોર્ટુગીઝનો બનાવટી પાસપોર્ટનું કૌભાંડ ઝડપાયું

અમદાવાદના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બોગસ પાસપોર્ટનું કૌભાંડ ઝડપાયું છે. આ ઘટનામાં બનાવટી પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવી તેમાં બોગસ સ્ટેમ્પઈંગ કર્યાની હકીકત બહાર આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને પોર્ટુગીઝનો બનાવટી પાસપોર્ટ તથા અને મુદ્દામાલ જપ્ત કરી હકીકતની મૂળ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે.

આ ઘટનામાં પાસપોર્ટનું કૌભાંડ કરનાર યુવકનું નામ ધાર્મિક પટેલ છે. આરોપી મૂળ આણંદ જિલ્લાના વિદ્યાનગરનો રહેવાસી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તે UK ખાતે રહેતો હતો. યુકેમાં ધાર્મિકે પોર્ટુગીઝનો બનાવટી પાસપોર્ટ બનાવ્યો હતો. આરોપીનું કહેવું છે કે, તેનો ભારતીય પાસપોર્ટ ખોવાઈ ગયો હોવાથી તેણે આ કૃત્ય આચર્યું હતું.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, આજથી સાત મહિના પહેલા 20 જાન્યુઆરીએ આરોપી ધાર્મિક UKથી વાઈટ પાસપોર્ટના આધારે ભારત આવ્યો હતો અને ત્યારબાદ લંડનમાં બનાવેલા બોગસ પાસપોર્ટ પર ઈમિગ્રેશનના સિક્કા લગાવી ફરીથી વિદેશ પરત જવા માટે એપ્લાય કર્યું હતું. હાલ ધાર્મિકના પોર્ટુગીઝ પાસપોર્ટને જોતા FRRO ડિપાર્ટમેન્ટના ઈમિગ્રેશન ઓફિસરને શંકા ગઈ હતી અને તપાસમાં પોર્ટુગીઝ પાસપોર્ટ અને સિક્કા નકલી હોવાનું બહાર આવ્યું હતું.

જેથી ઇમિગ્રેશન ઓફિસર દ્વારા આરોપી ધાર્મિક પટેલના વિરુદ્ધમાં નકલી સરકારી દસ્તાવેજો બનાવવા અને છેતરપિંડી કરવા બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ધાર્મિક પટેલે એન્ડ્રુઝના નામનો પાસપોર્ટ બનાવ્યો હતો.

હાલ તો પોલીસે ધાર્મિક પટેલને ઝડપી લઇ નકલી પાસપોર્ટના કૌભાંડના મૂળ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે. જેમાં પોલીસને શંકા છે કે નકલી પોર્ટુગીઝ પાસપોર્ટના કૌભાંડમાં અન્ય લોકો પણ સંડોવાયેલા છે. નોંધનીય છે કે, નકલી પાસપોર્ટ બનાવતા શખ્સો કોણ છે? અને ધાર્મિક જેવા અને કેટલા લોકોને તેમણે આવા બોગસ પાસપોર્ટ બનાવી આપ્યા છે તે જાણવા પોલીસે ગુપ્ત રાહે ઘનિષ્ઠ કાર્યવાહી હાથ ધરી છે. ( Source – Sandesh )