અમદાવાદ એરપોર્ટ સહિત 7 એરપોર્ટનું ખાનગીકરણ થયું, સંચાલનની કામગીરી જાણો દેશના કયા મોટા ગ્રુપને હવાલે

અમદાવાદ એરપોર્ટ સહિત 7 એરપોર્ટનું ખાનગીકરણ થયું, સંચાલનની કામગીરી જાણો દેશના કયા મોટા ગ્રુપને હવાલે

અમદાવાદ એરપોર્ટ સહિત સાત એરપોર્ટનુ ખાનગીકરણ કરાયુ છે. અમદાવાદ એરપોર્ટને હસ્તગત કરવા માટેની કામગીરી છેલ્લા આઠ મહિનાથી ચાલી રહી હતી. તે દરમ્યાન કેટલીક અડચણો પણ આવી હતી. જે સીઆઇએસએફના જવાનોની મેાટી સંખ્યાને લઇને હતી. ૧૦ નવેમ્બરથી સત્તાવાર રીતે અમદાવાદનુ એરપોર્ટ અદાણી ગ્રુપ પાસે જતુ રહેશે. એરપોર્ટની કોન્ટ્ક્ટ મુજબ કામગીરી સમજવા માટે અદાણી ગ્રુપના અધિકારીઓ એરપોર્ટની બિલ્ડીગમાં ચાર્જ પણ સંભાળી લીધો છે.

અમદાવાદ એરપોર્ટનો મેઇનટેન્શન અને કોમ્યુનિકેશનનો કોન્ટ્રાકટ અદાણી ગ્રુપ પાસે છે. એટીસી એટલે એર ટ્રાફિક કંટ્રોલ અમદાવાદ એરપોર્ટ ઓથોરીટી પાસે રહેશે. સૂત્રોનુ કહેવુ છે કે, અમદાવાદના એરપોર્ટ પર જેટલા પણ પ્રાઇવેટ કોન્ટ્રાકટ છે તે આપોઆપ અદાણી ગ્રુપ પાસે જતા રહેશે.

આ કોન્ટ્રાક્ટ કેન્સલ કરવાની સત્તા અને નવો કોન્ટ્રાક્ટ આપવો કે નહિ તે અદાણી ગ્રુપના અધિકારીઓ નક્કી કરશે. એરપોર્ટનો કેટલોક બદલી પણ કરવામા આવી શકે છે. નોન પ્રાઇવેટ એરપોર્ટ પર એરપોર્ટના કર્મચારી કે અધિકારીઓની બદલી થઇ શકે છે. મોટી સંખ્યામાં અદાણી ગ્રુપનો સ્ટાફ એરપોર્ટ પર તા.૧૦ નવેમ્બરથી આવી જાય ત્યાર પછી કોઇ સમસ્યા નહિ તે માટે અત્યારથી આ વિષય પર ચર્ચાઓ ચાલી રહી છે.