અમદાવાદ / એરપોર્ટ પર 7 દેશના 1.39 કરોડના વિદેશી ચલણ સાથે એક ઝડપાયો

અમદાવાદ / એરપોર્ટ પર 7 દેશના 1.39 કરોડના વિદેશી ચલણ સાથે એક ઝડપાયો

  • પેસેન્જર અમિરાતની ફ્લાઈટમાં દુબઈ જતો હતો
  • ઝડપાયેલા વિદેશી ચલણમાં અમેરિકી ડોલર, પાઉન્ડ, યૂરોનો સમાવેશ 

અમદાવાદ: સરદાર પટેલ ઇન્ટરેન્શનલ એરપોર્ટ પર રવિવારે સવારે એક વ્યક્તિની વિદેશી કરન્સી સાથે ધરપકડ કરી છે. અમિરાતની ફ્લાઈટમાં આ વ્યક્તિ પોતાની બેગમાં 7 દેશોની રૂ. 1.39 કરોડના મૂલ્યની વિદેશી કરન્સી સંતાડીને દુબઇ જતો હતો. કસ્ટમના અધિકારીઓએ તેને ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટના હવાલે કર્યો છે.

યુરો, ન્યૂઝીલેન્ડ ડોલર, સિંગાપોર ડોલર, સાઉદી રિયાલ જપ્ત
ઝડપાયેલી વ્યક્તિ પાસેથી ડોલર, પાઉન્ડ, યુરો, ન્યૂઝીલેન્ડ ડોલર, સિંગાપોર ડોલર, સાઉદી રિયાલ, અમીરાતનું ચલણ, દીરહામ મળીને ભારતીય મૂલ્યમાં તેની કિંમત રૂ. 1.39 કરોડ થાય છે. આ પેસેન્જરને ડિપાર્ટમેન્ટે પૂછપરછ કરીને ધરપકડ કરવામાં આવી છે. આ પેસેન્જર કસ્ટમથી છુપાવીને દુબાઇ લઇ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જે કસ્ટમના અધિકારીઓની નજરમાં આવી જતા ઝડપાઇ ગયો છે. આ પેસેન્જર મૂળ ગુજરાતનો હોવાની શંકા છે. પેસેન્જરની હવાલા કૌભાંડમાં સંડોવણી છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે.

સોના માટે ફાઈનાન્સ પૂરું પાડવામાં આવ્યાની શંકા
દુબઈથી દાણચોરી મારફતે અમદાવાદ આવતા સોના માટે ફાઈનાન્સ પૂરું પાડવા આ વિદેશી ચલણનો ઉપયોગ થતો હોવાની પણ કસ્ટમ વિભાગને આશંકા છે. હાલ તપાસ ચાલી રહી હોવાથી પેસેન્જર મૂળ કયાંનો છે અને ક્યાંથી આવ્યો હતો તેમજ વિદેશી ચલણ કોની પાસેથી લાવ્યો હતો તેની વિગતો મળી શકી નથી. વધુ પૂછપરછ પછી ખુલાસો થઈ શકે છે.