અમદાવાદીઓ માટે માઠા સમાચાર, મોટેરા નહીં પણ અહીં રમાશે IPLની ફાઇનલ, ગાંગુલીએ કર્યો ખુલાસો

અમદાવાદીઓ માટે માઠા સમાચાર, મોટેરા નહીં પણ અહીં રમાશે IPLની ફાઇનલ, ગાંગુલીએ કર્યો ખુલાસો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ(2020) ના ફાઇનલને લઈ સોમવારે એક મહત્વની માહિતી આપી છે. આ સાથે આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલે પણ સોમવારે એક મહત્વનો નિર્ણય લીધો છે. કાઉન્સિલે કહ્યું કે દિવસના બીજા મેચ રાત્રે 8 વાગે જ શરૂ થશે.

મીડિયા રિપોર્ટ મુજબ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે આઈપીએલની ફાઇનલ મેચ મુંબઈ ખાતે રમાશે. જો કે, આ પહેલા એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આઈપીએલના આગામી સીઝનની ફાઇનલ મેચ અમદાવાદમાં રમાશે. આ સિવાય આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલે પણ મહત્વનો નિર્ણય લીધો છે અને દિવસના બીજા મેચ રાત્રે 8 વાગ્યાથી જ શરૂ થશે એવી માહિતી આપી છે. જ્યારે આ મેચ રાતે સાડા 7 વાગે શરૂ થાય એ માટે ભારે દબાણ કરવામાં આવ્યું હતું પંરતુ કાઉન્સિલે આ મેચોના ટાઈમિંગમાં કોઈ ફેરફાર કર્યા નથી.

રિપોર્ટ મુજબ ચેરિટી માટે આઈપીએલ શરૂ થવા પહેલા બધા ટોચના ઇન્ટરનેશનલ ખેલાડીઓ વચ્ચે એક ઓલ સ્ટાર્સ ગેમ પણ રમાશે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ ગાંગુલીએ પત્રકારોને કહ્યું કે,‘આઈપીએલના રાતના મેચોના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.’ સાથે જ ગાંગુલીએ કહ્યું કે માત્ર 5 જ ડબલ હેડર(સાંજે 4 અને રાતે 8) મેચ રમાશે.