અમદાવાદમાં ખાનગી હોસ્પિ.ની ઉઘાડી લૂંટ, 9 હજારનો નિયમ પણ દર્દી પાસેથી 16થી18 હજાર પડાવે છે

અમદાવાદમાં ખાનગી હોસ્પિ.ની ઉઘાડી લૂંટ, 9 હજારનો નિયમ પણ દર્દી પાસેથી 16થી18 હજાર પડાવે છે

અમદાવાદની ખાનગી શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાના ૮ દર્દીઓ જીવતા ભૂંજાઈ ગયા હોવા છત્તા હજુ આવી ખાનગી હોસ્પિટલનાં સંચાલકો સુધર્યા નથી. શહેરની કેટલીયે હોસ્પિટલોએ કોરોનાના દર્દીઓને લૂંટવાનું ચાલુ જ રાખ્યું છે. કોર્પોરેશને વેન્ટીલેટર સિવાયના વોર્ડમાં રોજના ૯ હજાર રૂપિયાનો ચાર્જ લેવાનો આદેશ કર્યો હોવા છત્તા મોટાભાગની હોસ્પિટલો દર્દીઓ પાસેથી રોજના ૧૬થી૧૮ હજાર રૂપિયા લેખે પડાવે છે.

જ્યારે વેન્ટીલેટર વોર્ડમા દાખલ થવાના કિસ્સામાં રોજના ૨૫થી૩૦ હજાર લેવામાં આવે છે.અમદાવાદના લોકો ઉપરાંત તાજેતરમાં જ સૌરાષ્ટ્રના જૂદા જૂદા શહેરોમાંથી કોરોનાની સારવાર લેવા માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલનો સંપર્ક કરનારા લોકોને કડવો અનુભવ થયો છે. આવી ખાનગી હોસ્પિટલોના નોટિસ બોર્ડ પર ૯ હજારનો ચાર્જ લેેવાશે એ પ્રકારનુ લખાણ પણ લખ્યુ છે.

આથી દર્દીના પરિવારજનો દલીલ કરે છે તો હોસ્પિટલના સંચાલક એવો જવાબ આપે છે કે આ તો અમારે લખવુ પડે. આટલી રકમમાં અમને પોષાય જ નહીં. ઉપરાંત આવી હોસ્પિટલો સારવાર પેટા માત્ર રોકડની જ માગણી કરી રહી છે. ચેક લેવાની ઘસીને ના પાડી દે છે. આવી હોસ્પિટલોમાંથી એવો જવાબ મળી રહ્યો છે કે જો દર્દીને વેન્ટીલેટરની જરૂર પડશે અથવા તો આઈસીયુમાં રાખવા પડશે તો ડોક્ટર તેમજ નર્સની વિઝિટ ફી પણ અલગથી ચૂકવવાની રહેશે. આશ્ચર્યની વાત છે કે કોર્પોરેશનના તંત્રને આ તમામ જાણકારી હોવા છત્તા કોઈ હોસ્પિટલ કે તેના જવાબદાર સંચાલક વિરુધ્ધની કોઈ પ્રકારની કાર્યવાહી કરી નથી. ( Source – Sandesh )