અનિલ અંબાણીએ કહ્યું- છેલ્લા 14 મહિનાઓમાં સંપત્તિઓ વેચીને 35,400 કરોડ રૂપિયાનું દેવું ચૂકવ્યું

અનિલ અંબાણીએ કહ્યું- છેલ્લા 14 મહિનાઓમાં સંપત્તિઓ વેચીને 35,400 કરોડ રૂપિયાનું દેવું ચૂકવ્યું

સંપત્તિ વેચીને બાકીનું દેવું સમયસર  ચુકવી દેવાનો વિશ્વાસ વ્યકત કર્યો રિલાયંસ ગ્રુપ પર 1 લાખ કરોડ રૂપિયાનું દેવું, આમાંથી અડધું RCOM પર 

મુંબઈઃ રિલાયંસ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ મંગળવારે કહ્યું કે, તેમના ગ્રુપે છેલ્લા 14 મહિનામાં સંપત્તિઓ વેચીને 35,400 કરોડ રૂપિયાનું દેવું ચુકવ્યું છે. મીડિયા સાથે વાત કરતા કહ્યં કે, અંબાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે રિલાયંસ ગ્રુપ બાકીની ચુકવણી કરવામાં પણ સફળ નિવડશે. 

જાન્યુઆરીથી અત્યાર સુધી અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓની વેલ્યૂ 65% ઘટી

1.

  • અનિલ અંબાણીનું નિવેદન એવા સમયે આવ્યું છે  જ્યારે ગ્રુપની કંપનીઓના શેરમાં ઝડપથી ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરીથી અત્યાર સુધી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓની વેલ્યૂ 65% ઘટી ચુકી છે. 
  •  અનિલે જણાવ્યું કે એપ્રિલ 2018માં મે 2019 સુધી રિલાયંસ કેપિટલ, રિલાયંસ પાવર , રિલાયંસ ઈન્ફ્રા અને તેમની સાથે જોડાયેલી કંપનીઓ નું જે દેવું ચુકવવામાં આવ્યું છે, તેમાં 24,800 રૂપિયા મૂળ કિંમત અને 10,600 કરોડ રૂપિયાનું વ્યાજ સામેલ છે. આ ચુકવણી માટે ક્યાંયથી દેવું કરવામાં આવ્યું નથી. 
  • અનિલ અંબાણીએ એવું પણ કહ્યું કે, તેમની ગ્રુપની અલગ અલગ દાવાઓ હેઠળ 30,000 કરોડ રૂપિયા પણ મળવાના છે. રેગ્યુલેટર્સ અને કોર્ટે આ દાવાઓ પર અંતિમ નિર્ણય આપ્યો નથી. 
  •  રિલાયંસ ગ્રુપ પર 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. જેમાંથી 49,000 કરોડ રૂપિયાનું દેવું રિલાયંસ કોમ્યુનિકેશન્સ (આરકોમ) પર છે. થોડા મહિના પહેલા આરકોમે દેવાળીયું હોવાની અરજી આપી હતી જેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 
  • છેલ્લા 2 વર્ષમાં રિલાયંસ ગ્રુપની જે મોટી સંપત્તિઓનું વેચાણ સફળ રહ્યું છે, તેમાંથી રિલાયંસ પાવરનું ડિસ્ટ્રીબ્યૂશન બિઝનેસ અને ગ્રુપના મ્યુચુઅલ ફંડ વેપાર સામેલ છે. મુંબઈમાં આવેલા આરકોમનું ડિસ્ટ્રીબ્યૂશન વ્યવસાય 18,000 કરોડ રૂપિયામાં અદાણી ગ્રુપને વેચ્યું હતું. મ્યુચુઅલ ફંડ બિઝનેસમાં 6,000 કરોડ રૂપિયામાં પાર્ટનર નિપ્પન ગ્રુપને ભાગીદારી વેચી હતી. ઈન્સ્યોરનેસ વેપારના વેચાણ માટેની ડીલ થવાની બાકી છે. આ ઉપરાંત રિલાયંસ કેપિટલે બિગ એફએમની મોટી ભાગીદારી 1,200 કરોડ રૂપિયામાં જાગરણ ગ્રુપને વેચવાની ડીલ પણ કરી છે. 
  • રિલાયંસ ગ્રુપની જીઓની સ્પેકટ્રમ વેચાણની ડીલ પુરી થઈ શકી નથી. અનિલ અંબાણીની આરકોમે ગત વર્ષે મોટા ભાઈ મુકેશ અંબાણીની જીઓને 23,000 કરોડ રૂપિયામાં સ્પેક્ટ્રમ વેચવાની ડીલ કરી હતી. પરંતુ સરકાર તરફથી મંજૂરીમાં મોડું થવાના કારણે બન્ને કંપનીઓએ સહમતિથી ડીલ રદ કરી દીધી હતી. 
  • મુકેશ અંબાણી આ વર્ષે એપ્રિલમાં 485 કરોડ રૂપિયા આપીને નાના ભાઈ અનિલ અંબાણીને જેલમાં જવાથી બચાવ્યા હતા. એરિક્સનના ચુકવણી વિવાદમાં સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીને કહ્યું હતું કે, નક્કી સમયે ચુકવણી નહીં કરી તો અવમાનનાની કાર્યવાહી કરવામાં આવશે અને જેલમાં પણ જવું પડશે.