અનલૉક-3માં ખુલી શકે છે થિયેટર, મેટ્રો-સ્કુલ પર પ્રતિબંધ યથાવત

અનલૉક-3માં ખુલી શકે છે થિયેટર, મેટ્રો-સ્કુલ પર પ્રતિબંધ યથાવત

નવી દિલ્હી, તા. 26 જુલાઈ 2020 રવિવાર

અનલૉક-3 માટે એસઓપી બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. 31 જુલાઈએ અનલૉક-2 પૂર્ણ થઈ રહ્યુ છે. સૂત્રો અનુસાર અનલૉક-3માં સોશ્યલ ડિસ્ટન્સિંગની સાથે સિનેમા હૉલ ખોલવામાં આવી શકે છે. માહિતી પ્રસારણ મંત્રાલયે આ સંબંધમાં ગૃહ મંત્રાલયને એક પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં એક ઓગસ્ટથી થિયેટર ખોલવાની વાત કહેવામાં આવી છે.

અગાઉ માહિતી પ્રસારણ મંત્રાલય અને થિયેટર માલિકોની વચ્ચે કેટલીય બેઠકો થઈ હતી. જે બાદ સિનેમા હૉલ માલિક, 50 ટકા દર્શકોની સાથે થિયેટર શરૂ કરવા તૈયાર થઈ ગયા છે. જોકે મંત્રાલય ઈચ્છે છે કે શરૂઆતમાં 25 ટકા બેઠકો સાથે થિયેટર ખોલવામાં આવે અને નિયમોના કડકાઈથી પાલન થાય.

એટલુ જ નહીં અનલૉક-3માં થિયેટર હોલની સાથે જિમ પણ ખોલવામાં આવી શકે છે. સૂત્રો અનુસાર અત્યારે સ્કુલ અને મેટ્રો ખોલવા પર વિચાર કરાયો નથી. ત્યાં રાજ્યો માટે પણ અનલૉક 3માં કેટલીક છુટછાટ આપવામાં આવી શકે છે.

માર્ચ મહિનામાં લાગુ થયુ લૉકડાઉન

કોરોના વધતા સંક્રમણને રોકવા માટે માર્ચ મહિનામાં સમગ્ર દેશમાં લૉકડાઉન લાગુ કરાયુ હતુ. જે જૂન મહિના સુધી ચાલ્યુ. 30 જુને અનલૉક 1 હેઠળ કોરોના સંકટના કારણે લાગુ કરાયેલા લૉકડાઉનમાં છુટછાટ આપવામાં આવી હતી. જેમાં આર્થિક પ્રતિબંધોને હટાવાયા. જે બાદ એક જુલાઈથી અનલૉક-2 શરૂ થયુ. જે 31 જુલાઈ ખતમ થવા જઈ રહ્યુ છે. 

આ પહેલા અનલૉક-3ને લઈને વિચાર વિમર્શ ચાલુ છે. અગાઉ માનવામાં આવતુ હતુ કે આ વખતે સ્કુલ-કોલેજ ખોલવા પર વિચાર કરવામાં આવી રહ્યુ છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં જે ઝડપથી દેશમાં કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે. તેને લઈને સરકાર પણ ચિતિંત છે. તેથી હાલ સ્કુલ-કોલેજ પર લાગુ પ્રતિબંધ જારી રહી શકે છે. જોકે જિમને લઈને કહેવામાં આવી રહ્યો છે કે કડક શરત સાથે આને ખોલવામાં આવી શકે છે. જોકે જિમને લઈને કહેવામાં આવી રહ્યો છે કે કડક શરત સાથે આને ખોલવામાં આવી શકે છે.

દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસ

છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વાઈરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. પ્રત્યેક દિવસ લગભગ 50 હજાર કેસ સામે આવી રહ્યા છે. રવિવારે આંકડા અનુસાર કોરોનાના કુલ કેસ 13 લાખ 85 હજાર 522 થઈ ગયા છે. જોકે અત્યાર સુધી દેશમાં 8,85,577 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે જ્યારે 4, 67, 882 લોકોની સારવાર ચાલી રહી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં કોરોના વાઈરસના 48,661 નવા કેસ સામે આવ્યા છે. 705 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે જ મૃતકોનો આંકડો વધીને 32063 થઈ ગયો છે.