૨૦૧૦માં અમેરિકામાં ભારતીયોની વસતી ૩૧,૮૩,૦૬૩ હતી, ૨૦૧૭માં વધીને ૪૪,૦૨,૩૬૩એ પહોંચી ગઇ

સાઉથ એશિયન એડવોક્સી ગુ્રપે આપેલી માહિતી

1997થી અત્યાર સુધીમાં 17 લાખ એચ-૧બી વિઝા હોલ્ડરોના જીવનસાથીઓને એચ-4 વિઝા આપવામાં આવ્યા

અમેરિકામાં વસતા કુલ દક્ષિણ એશિયનો પૈકી ૧૦ ટકા એટલે કે ૪,૭૨,૦૦૦ લોકો ગરીબીમાં જીવે છે

(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. 18 જૂન, 2019, મંગળવાર

૨૦૧૦ અને ૨૦૧૭ દરમિયાનના સાત વર્ષો દરમિયાન અમેરિકામાં ભારતીય મૂળના લોકોની વસ્તીમાં ૩૮ ટકા વધારો થયો છે તેમ સાઉથ એશિયન એડવોક્સી ગુ્રપે એક નિવેદનમાં જણાવ્યું છે. 

સાઉથ એશિયન અમેરિકન લિડિંગ ટુગેધર(સાલ્ટ) એક નિવેદનમાં જણાવ્યું છે કે ૨૦૧૭માં અમેરિકામાં ભારતીયોની વસ્તી ૪૪,૦૨,૩૬૩ હતી. જે ૨૦૧૦માં ૩૧,૮૩,૦૬૩ હતી. એટલે કે સાત વર્ષોમાં અમેરિકામાં ભારતીયોની વસ્તીમાં ૩૮ ટકાનો વધારો થયો છે. 

૬,૩૦,૦૦૦ ભારતીયો એવા છે જેમની પાસે દસ્તાવેજો નથી. આ સંખ્યામાં ૨૦૧૦ની સરખામણીમાં ૭૨ ટકાનો વધારો થયો છે. 

વિઝાની મુદ્દત કરતા વધારે સમય સુધી અમેરિકામાં રોકાનારાઓને કારણે ગેરકાયદે ભારતીય અમેરિકનોની સંખ્યામાં વધારો થયો છે. ૨૦૧૬માં ૨,૫૦,૦૦૦ ભારતીયો વિઝાની મુદ્દતથી વધુ સમય માટે અમેરિકામાં રોકાયા હતાં. 

સાત વર્ષો દરમિયાન દક્ષિણ એશિયન મૂળના અમેરિકનોની વસ્તીમાં ૪૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. તેમની વસ્તી ૩૫ લાખથી વધીને ૫૪ લાખ થઇ છે. 

૨૦૧૦થી અમેરિકામાં નેપાળના લોકોની વસ્તીમાં ૨૦૬.૬ ટકાનો વધારો થયો છે. ભારતીયોની વસ્તીમાં ૩૮ ટકા, ભુતાનના લોકોની વસ્તીમાં ૩૮ ટકા, પાકિસ્તાનીઓની વસ્તીમાં ૩૩ ટકા, બાંગ્લાદેશીઓની વસ્તીમાં ૨૬ ટકા અને શ્રીલંકનોની વસ્તીમાં ૧૫ ટકાનો વધારો થયો છે. 

૨૦૧૭થી અત્યાર સુધીમાં યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટે ૩૦૧૩ દક્ષિણ એશિયનોની અટકાયત કરી છે. ઓક્ટોબર ૨૦૧૪થી એપ્રિલ ૨૦૧૮ સુધીમાં યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પેટ્રોલે ૧૭,૧૧૯ દક્ષિણ એશિયનોની ધરપકડ કરી છે. 

૧૯૯૭થી અત્યાર સુધીમાં ૧૭ લાખ એચ-૧બી વિઝા હોલ્ડરોના જીવનસાથીઓને એચ-૪ વિઝા આપવામાં આવ્યા છે.૨૦૧૭માં ૧,૩૬,૦૦૦ લોકોને એચ-૪ વિઝા આપવામાં આવ્યા હતાં.

અમેરિકામાં વસતા કુલ દક્ષિણ એશિયનો પૈકી ૧૦ ટકા એટલે કે ૪,૭૨,૦૦૦ લોકો ગરીબીમાં જીવે છે. જેમાં ૧૫.૮ ટકા પાકિસ્તાની, ૨૩.૯ ટકા નેપાળી, ૨૪.૨ ટકા બાંગ્લાદેશીઓ, ૩૩.૩ ટકા ભુતાનના લોકોનો સમાવેશ થાય છે. 

૨૦૧૦-૨૦૧૭માં અમેરિકામાં દક્ષિણ એશિયનોની વધેલી વસતી

દેશના નાગરિકોવસ્તીમાં વધારો
ભારતીયો૩૮ ટકા
નેપાળી૨૦૬ ટકા
ભુતાન૩૮ ટકા
પાકિસ્તાની૩૩ ટકા
બાંગ્લાદેશી૨૬ ટકા
શ્રીલંકન૧૫ ટકા

અમેરિકામાં વસતા દક્ષિણ એશિયન ગરીબો

દેશના નાગરિકોટકાવારી
પાકિસ્તાની૧૫.૮ ટકા
નેપાળી૨૩.૯ ટકા
બાંગ્લાદેશી૨૪.૨ ટકા
ભુતાની૩૩.૩ ટકા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

World
Ashadeep Newspaper

કરોડપતિ શ્વાન : નસીબ હોય તો આ કૂતરા જેવાં, 8 વર્ષનો શ્વાન લુલુ બન્યો 36 કરોડની સંપત્તિનો માલિક

કયા માણસના નસીબ કયારે પલટી જાય તે અંગે કંઈ કહી ન શકાય. એવી અનેક વાતો તમે સાંભળી હશે જેમાં કોઈ

Read More »
Info & News
Ashadeep Newspaper

Mr. CM, આજદિન સુધી આગની ગંભીર ઘટનાઓમાં કોને સજા થઈ? ગુજરાતમાં બનેલી ભયાનક આગની ઘટનાઓ..

નવરંગપુરાની શ્રેય હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં આગના કારણે કોરોનાના આઠ દર્દીઓ જીવતાં ભડથું થઇ ગયાની ગંભીર નોંધ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Read More »