હવે બૉલિંગ કૉચ બોલ્યા, ભારત સામે હાર્યા બાદ ઝેર ખાવાનો ખેલાડીઓને આવે છે વિચાર

પાકિસ્તાનનાં બૉલિંગ કૉચ અઝહર મહમૂદે પોતાના દેશનાં મીડિયાને આડે હાથે લીધી છે અને તેમણે કહ્યું છે કે, “ઘણીવાર મીડિયા ઘણા નકારાત્મક પ્રશ્નો પુછે છે અને ખેલાડીઓ પર એટલો દબાવ હોય છે કે તેઓ ઝેર ખાઇને આત્મહત્યા કરી લે.” જણાવી દઇએ કે આ મેચ પહેલા પાકિસ્તાનનાં હેડ કૉચ મિકી આર્થરે પણ આવું જ નિવેદન આપ્યું હતુ. મિકી આર્થરે કહ્યું હતુ કે તેઓ વર્લ્ડ કપમાં ભારતનાં હાથે મળેલી હાર બાદ આત્મહત્યા કરવા ઇચ્છતા હતા.

મહમૂદે મિકી આર્થરની વાતોનું સમર્થન કર્યું

હવે મિકી આર્થરની વાતનું પાકિસ્તાનનાં બૉલિંગ કૉચ અઝહર મહમૂદે પૂનરાવર્તન કરતા કહ્યું છે કે, “મીડિયાની નકારાત્મક્તાનાં કારણે એક વ્યક્તિ આત્મહત્યા કરવા વિશે વિચારે છે.” મહમૂદે મિકી આર્થરની વાતોનું સમર્થન કરતા કહ્યું કે મીડિયાએ સકારાત્મક ચીજો બતાવવી જોઇએ. અઝહર મહમૂદે કહ્યું કે, “મીડિયાને સકારાત્મક ચીજો નજર જ આવતી નથી. કંઇક સકારાત્મકતા દેખાય તો જીવવાનું મન પણ થાય, પરંતુ અમારા ત્યાં મેચ હારી જઇએ તો એવું મહેસૂસ કરાવવામાં આવે છે કે જાણે દુનિયા જ ખત્મ થઈ ગઈ હોય.”

તમને જણાવી દઇએ કે ભારત સામેની હાર બાદ મિકી આર્થરે કહ્યું હતુ કે, “ભારત સામેની હાર બાદ પાકિસ્તાનની ટીમની હિંમત ટૂટી ગઇ હતી. આ હાર બાદ મને આત્મહત્યા કરવાનું મન થયું હતુ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

World
Ashadeep Newspaper

પૃથ્વી પર વસતા દરેક માનવીના માથે ૩૨,૫૦૦ અમેરિકન ડોલરનું દેવું !

। લંડન । ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ (IIF) એ શુક્રવારે આપેલા એક અંદાજ પ્રમાણે ૨૦૧૯ના અંત સુધીમાં વૈશ્વિક દેવું ૨૫૫

Read More »
Business
Ashadeep Newspaper

બોગસ બિલિંગ કૌભાંડ:GSTની ચોરી કરનારા રાજ્યના 2200 વેપારી સામે ITની તપાસ, દેશના 7200 વેપારીની યાદી તૈયાર કરાઈ

કરચોરોને કુલ વેચાણની રકમ કરતાં ચાર ગણી પેનલ્ટી લાગી શકે છે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ દેશભરમાં બોગસ પેઢીઓ રચીને

Read More »