સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મત નહીં : લોકસભામાં અને વિધાનસભામાં મત આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન નહીં કરે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મત નહીં : લોકસભામાં અને વિધાનસભામાં મત આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન નહીં કરે

વડાપ્રધાનના ઇલેક્શન કાર્ડમાં રાણીપનું જ એડ્રેસ છે

અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ગણતરીના દિવસો બાકી છે, પ્રચાર પડઘમ પણ હવે શાંત થઈ ગયો છે.મતદાનના દિવસે સામાન્ય માણસથી લઈને VVIP સુધીના લોકો મતદાન કરશે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મતદાન કરવા માટે અમદાવાદના છે પરંતુ લોકસભા અને વિધાનસભામાં રાણીપમાં મતદાન કરવા આવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન કરવા નહીં આવે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વોટ આપશે
2014માં વડાપ્રધાન બન્યા બાદ 2017ની વિધાનસભા અને 2019ની લોકસભામાં વડાપ્રધાન મોદી મતદાન કરવા માટે રાણીપમાં આવ્યા હતા. 21 ફેબ્રુઆરીએ પણ કોર્પોરેશનની ચૂંટણી છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન કરશે, પરંતુ વડાપ્રધાન મતદાન નહી કરે.

2015માં પણ કોર્પોરેશનની ચૂંટણીમાં મત નહોતો આપ્યો
રાણીપ વોર્ડના પૂર્વ કોર્પોરેટર અને હાલના ભાજપના ઉમેદવાર ગીતા પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન 2017 અને 2019માં મતદાન કરવા આવ્યા હતા, પરંતુ વર્ષ 2015ની કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન કરવા નહોતા આવ્યા માટે આ ચૂંટણીમાં પણ તેઓ મતદાન કરવા નહીં આવે.વડાપ્રધાન મોદી જ્યારે 2014 પહેલાં મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ કોર્પોરેશનની ચૂંટણીમા મતદાન કરતા હતાં. વડાપ્રધાનના ઇલેક્શન કાર્ડમાં રાણીપનું જ એડ્રેસ છે જેથી તેઓ રાણીપ વિસ્તારમાં જ મતદાન કરે છે.

( Source – Divyabhaskar )