સોના-હીરાથી જડેલી ઘડિયાળ પહેરે છે હાર્દિક પંડ્યા, કિંમત જાણીને ચોંકી જશો

ટીમ ઇન્ડિયાનો સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા ઑસ્ટ્રેલિયા સામે રમેલી 27 બૉલમાં 48 રનની ઇનિંગથી ચર્ચામાં છે. જો કે આજ-કાલ હાર્દિક પોતાના મોંઘા શોખને લઇને પણ ચર્ચામાં છે. હાર્દિકનું લક્ઝરી બ્રાન્ડ પ્રત્યેનું આકર્ષણ કોઈનાથી છુપુ નથી. આ કારણે તેની એક તસવીર અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક લાખ રૂપિયાનું લૂઈ વીટૉનનું શર્ટ હોય કે પછી 85,000 રૂપિયાનાં વર્સાચેનાં સફેદ ચામડાનાં મેડુસા સ્નીકર્સ, હાર્દિક પોતાની જોરદાર ડ્રેસિંગથી હંમેશા ચર્ચામાં રહે છે.

ઘડિયાળની કિંમત છે 3 કરોડ રૂપિયા!

અત્યારે હાર્દિક પંડ્યા પોતાની મોંઘી ઘડિયાળનાં કારણે ચર્ચામાં છે. આ વખતની આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ વિજેતા બન્યું. આઈપીએલની વિજેતા ટ્રૉફી સાથે હાર્દિકની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને સૌનું ધ્યાન પોતાના તરફ ખેંચી રહી છે. આ તસવીરમાં જોઇ શકાય છે કે હાર્દિકે પોતાના કાંડા પર એક ઘડિયાળ પહેરેલી છે. હાર્દિક સફેદ સોના અને હીરાનાં સેટવાળી પાટેક કિલિપ નૉટિલસ બ્રાન્ડની ઘડિયાળ પહેરેલો જોવા મળી રહ્યો છે. આ ઘડિયાળની કિંમત 3 કરોડ રૂપિયા છે!

જો કે આ પહેલીવાર નથી જ્યારે હાર્દિકે મોંઘી ઘડિયાળ પહેરી છે. તે મોંઘી ઘડિયાળનો શોખીન છે અને ઘણીવાર મોંઘી ઘડિયાળ સાથે જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

World
Ashadeep Newspaper

4 તારીખે અમેરિકાથી આવવાનો હતો ગુજરાત, પણ એક્સિડેન્ટ થતાં વિદ્યાર્થીનું નિપજ્યું કરૂણ મોત

ધંધૂકા પંથકના અમેરિકા ખાતે અભ્યાસ કરી રહેલાં યુવકનું માર્ગ અકસ્માતમાં કરૂણ મોત થતાં પંથકમાં શોકની લાગણી છવાઈ હતી. ધંધુકા તાલુકાના

Read More »
Life Style
Ashadeep Newspaper

આપણે પોતાની જાતને ક્યારેય ગલીપચી નથી કરી શકતા..!

કોઈ બીજાને ગલગલિયાં કરવા કે પછી કોઇક બીજી વ્યક્તિ તમને ગલીપચી કરે તેમાં મજા આવે છે. પરંતુ આપણે જાતે પોતાને

Read More »