સાઉથ આફ્રિકામાં બે ગુજ્જુ યુવાનો પર અશ્વેતોએ લૂંટના ઈરાદે કર્યો હુમલો, એકને પગે ગોળી વાગી

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ભરૂચના પરિએજ ગામના બે સગાં ભાઈઓ પર લૂંટના ઈરાદે આવેલાં નિગ્રોએ હુમલો કર્યો હતો. એક ભાઈ પર લૂંટારૂઓએ હુમલો કરતાં અવાજ સાંભળી બીજો ભાઈ બહાર આવ્યો હતો. જેને લૂંટારાઓએ પગમાં ગોળી મારી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના પરિએજ ગામના તૌસીફ યુનુસ હવેલીવાળા તેમજ હારૂન યુનુસ હવેલીવાળા છેલ્લા ચાર વર્ષછી જોહાનિસબર્ગમાં સ્થાયી થયા છે. તૌસિફ ઘરની બહાર બેછો હતો ત્યારે અચાનક નિગ્રો લૂંટારાઓએ આવી તેઓ સાથે ઝપાઝપી કરતાં તૌસિફનો ભાઈ હારૂન અવાજ સાંભળી બહાર આવતાં હારૂન પર ફાયરિંગ કરતાં તેને પગમાં ગોળી વાગી હતી. જ્યારે તૌસિફને ગનનો કુદો માર્યો હતો. લૂંટારાએ મોબાઈલ ફોન તથા પર્સ આંચકીને પલાયન થઈ ગયા હતા. લૂંટની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકા ખાતે રોજી રોટી માટે સ્થાયી થયેલાં ખાસ કરી ભરૂચ જિલ્લાના યુવાનો પર છાશવારે હુમલાઓની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. જોહાનિસબર્ગ ખાતે બનેલી ઘટનાથી રોજી રળવા ગયેલાં યુવાનોના પરિવારજનો ઘેરી ચિંતામાં મૂકાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
World
Ashadeep Newspaper

કોરોના વાઈરસ હવામાં પણ જીવીત રહેતો હોવાનો સ્ટડીમાં ખુલાસો

મેડીકલ સ્ટાફ કોરોના વાઈરસના દર્દીઓ વચ્ચે રહેવાના છે, જેથી WHOએ ચિંતા વ્યક્ત કરી હવામાં કેટલો જીવીત રહે તેનો આધાર વાતાવરણમાં

Read More »
Technology
Ashadeep Newspaper

ફેસબુકની ખામી જણાવવામાં ભારતીયો પ્રથમ, ઇનામમાં મળે છે અધધ રકમ

ફેસબુક તેમના સૌથી મોટા યુઝર બેસ ભારતમાં સાઇબર સિક્યોરિટી રિસર્ચર્સને ડેટા ચોરી અને સંબંધિત ખતરાનું માલૂમ કરવા માટે મોટી રકમ

Read More »