સરકારી બેન્કોમાં ખાતુ ધરાવતા ગ્રાહકોને હવે લીલાલહેર!, દર મહિને હવે તમારા રૂપિયા બચશે

દેશની મોટી સરકારી બેંક યુનાઇટેડ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને લોનનાં દર ઓછા કરીને સસ્તી EMIની ભેટ આપી છે. એટલે કે બેંકે એમસીએલઆર ઘટાડી દીધો છે. તમને જણાવીએ કે બેંકો દ્વારા એમસીએલઆર વધારવા કે ઘટાડવાની અસર નવા લોન લેનારા અને જે ગ્રાહકોએ એપ્રિલ 2016 પછી લોન લીધી હતી તેમને થશે.

એપ્રિલ 2016 પહેલા રિઝર્વ બેંક દ્વારા લોન આપવા માટે નક્કી મિનીમમ રેટ એ બેઝ રેટ કહેવાય છે. એટલે કે બેંક ઓછા દરે ગ્રાહકને લોન શકતી નથી. 1 એપ્રિલ 2016થી બેન્કિંગ સિસ્ટમમાં એમસીએલઆર લાગુ થઇ ગઇ છે.

યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયાએ RBI દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા પછી બીજીવાર પોતાની લોનનાં દર ઘટાડીને નવા દર 17 જુલાઇથી લાગુ કરવામાં આવશે. એમસીએલઆર દર 8.75 ટકાથી ઘટાડીને 8.70 ટકા કરી દેવામાં આવ્યો છે. ત્રણ મહિનાનાં દર 8.25 ટકા અને 8.40 ટકા પર આવી ગયા છે. જૂનમાં દર ઘટાડ્યા પછી યુનાઇટેડ બેંકે 17 જૂનનાં પણ 0.005 ટકા દર ઘટાડ્યા હતા. તો દેશની કેટલીક મોટી બેંકો પોતાના ગ્રાહકોને સસ્તી ઇએમઆઈની ભેટ આપી ચુક્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Technology
Ashadeep Newspaper

વગર કામના કોઇ Whatsapp ગ્રુપમાં એડ નથી થવું તો અત્યારે જ અજમાવો ટિપ્સ

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsAppને કારણે દૂર બેઠેલા લોકોમાં નિકટતા આવી છે. આપણે વીડિયો કોલિંગ દ્વારા ગમે ત્યાં બેઠેલા લોકો સાથે

Read More »
Info & News
Ashadeep Newspaper

ત્યારે ભીડમાં હતા નરેન્દ્ર મોદી, ભૂમિ પૂજન બાદ PM મોદીની 1991ની તસવીર વાયરલ

નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે પહેલીવાર અયોધ્યા પહોંચ્યા અને તેમણે ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન કર્યું. આ સાથે જ

Read More »