શુ તમે ક્યારેય 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમ ખાધો છે, અહીં મળે છે ટ્રાય કરજો!

જો તમને કોઇ એવું કહે કે સોનાનો આઇસ્ક્રીમ ખાવો છે તો આ વાત તમને મજાક લાગશે કે પછી એક સપનું લાગશે. પરંતુ આ મજાક અને સપનું હકીકતમાં બદલાઇ ગયું છે. કારણકે એક પ્રખ્યાત આઇસ્ક્રીમ પાર્લરે 24 કેરેટ ગોલ્ડ-પ્લેટેડ આઇસ્ક્રીમને બજારમાં રજૂ કર્યો છે.

સ્વાસ્થ્યથી જોડાયેલા ફાયદાઓ

આમ તો ભારતીય સંસ્કૃતિમાં સોના અને ચાંદીના વરખનું ભોજનમાં સદીઓથી ઉપયોગ કરતા આવ્યા છીએ અને તેને ખાવાથી સ્વાસ્થ્યથી જોડાયેલા કેટલાક ફાયદાઓ પણ થઇ શકે છે. તો આખરે ક્યાં મળી રહ્યો છે આ સોનાના આઇસ્ક્રીમની કિંમત કેટલી છે જે જાણીને તમને પણ આશ્ચર્ય થશે.

મુંબઇના Huber & Holly આઇસ્ક્રીમ પાર્લરે 24 કેરેટ સોનાના આ આઇસ્ક્રીમને બનાવ્યો છે અને તેને નામ આપ્યું છે – ધ માઇટી મિદાસ (The Mighty Midas). આ આઇસ્ક્રીમમાં 24 કેરેટ ગોલ્ડ ફૉઇલ સિવાય 17 ઇન્ક્રેડિબલ એલિમેન્ટ્સ ઉમેરવામાં આવ્યા છે. કંપનીએ આ આઇસ્ક્રીમની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરી છે. Huber and Holly નામનું આ આઇસ્ક્રીમ પાર્લર મુંબઇના જુહુમાં છે.

આઇસ્ક્રીમનું નામ ધ માઇટી મિદાસ
આ આઇસ્ક્રીમ પાર્લર 3 શહેરોમાં છે – મુંબઇ, હૈદરાબાદ અને અમદાવાદ. ધ માઇટી મિદાસ નામની આ આઇસ્ક્રીમમાં વૈફર કોન સિવાય કેરમલાઇજ્ડ આલમન્ડ્સ, બ્રાઉની, નટી પ્રૈલાઇન, હેજલનટ બૉલ્સ, ફજ, બેલ્જિયન ચોકલેટ આઇસ્ક્રીમ, ગોલ્ડન ચોકલેટ આઇસ્ક્રીમ અને ટોપિંગ્સમાં 24 કેરેટ ગોલ્ડ ફૉઇલ ફ્લેક્સ, પૈશન ફ્રૂટ સિવાય પણ ઘણી વેરાયટી છે.

સોશિયલ મીડિયા કૉન્ટેટની માનીએ તો સોનાના આ આઇસ્ક્રીમની કિંમત 1 હજાર રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Info & News
Ashadeep Newspaper

પટેલ પરિવારની કારનો અમેરિકામાં ખુરદો બોલાયો, માતા-પિતાની નજર સામે લાડકવાયા 2 પુત્રોનો મોત

મૂળ ગુજરાતના પટેલ પરિવારને અમેરિકામાં ગમખ્વાર અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. અમેરિકાના હોસ્ટનમાં ગુજરાતના પટેલ પરિવારની કારને USમાં

Read More »
Visa & Immigration
Ashadeep Newspaper

અમેરિકા જતાં જ હેલ્થ વીમો લેવો પડશે, ઇમિગ્રન્ટસે સારવારનો ખર્ચ પોતે જ ઉઠાવવો પડશે

ટ્રમ્પે કહ્યું- અમે બિનઅમેરિકીના સારવારનો ખર્ચ અમારા કરદાતાના પૈસામાંથી નહીં ખર્ચીએ વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે 3

Read More »