શું તમે ઈમાનદાર છો? તો મોદી સરકાર આપશે તેમને આ મોટી સુવિધા

કેન્દ્રની મોદી સરકાર ઘરે-ઘરે વીજળી પહોંચાડવા માટે મેગા પ્લાનની તૈયારી કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ સરકાર આ પ્લાનને વાસ્તવિક રૂપ આપવા માટે એક મહિનાની અંદર મોટી જાહેરાત કરી શકે છે. આ મેગા પ્લાનના ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે.

સૂત્રો મુજબ સરકારે સૌથી પહેલા વીજળી ચોરી પર અંકુશ લગાવવા માટે એક રોડમેપ તૈયાર કર્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સરકાર પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓની હાલત સુધારવા માટે વીજળી ચોરી રોકવા માટે એક્શન મોડમાં છે. મોદી સરકાર ત્રણ સ્ટેજના આ પ્લાન હેઠળ ઈમાનદાર વીજ ગ્રાહકોને 24 કલાક વીજળીની સુવિધા આપશે. ઉપરાંત વીજળીના કેબલને અંડર ગ્રાઉન્ડ કરવાની સરકારની તૈયારી છે. તેથી વીજળીની ચોરીને રોકી શકાય અને વીજ કંપનીઓની સ્થિતિમાં સુધાર થઈ શકે.

આ સિવાય વીજ કંપનીઓની સ્થિતિ સુધારવા માટે સરકાર સ્માર્ટ મીટર લગાવવાની યોજનાને ઝડપી બનાવવાનું વિચારી રહી છે. આ વિશે સૂત્રોથી જાણવા મળ્યું છે કે સ્માર્ટ મીટર લગાવવા માટે જે પણ ખર્ચ થશે તે સરકાર ભોગવશે. તેથી ગ્રાહકોને સ્માર્ટ મીટર લગાવવા માટે કોઈ ચાર્જ આપવાની જરૂર નહીં પડે. ઉપરાંત જે રાજ્યોમાં વીજળીની ચોરી વધુ થાય છે એવા રાજ્યોની સરકાર ડેટા તૈયાર કરી કેન્દ્ર સરકારને આપશે અને કેન્દ્ર સરકાર તે પ્રમાણે યોજના બનાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Info & News
Ashadeep Newspaper

વાહનવ્યવહાર મંત્રીએ ગૃહમંત્રીને પત્ર લખ્યો:‘મોટા અવાજવાળાં બુલેટ લઈને ફરતાં લોકો સામે કાર્યવાહી જરૂરી’

જાતિગત ઈમેજ ઊભી કરવા મોટા અવાજવાળું સાઇલેન્સર લગાવી લોકો ફૂલ સ્પીડમાં ચલાવે છે રાજ્યના શહેરોમાં મોટો અવાજ કરતા બુલેટ ફૂલ

Read More »
Astrology
Ashadeep Newspaper

દુનિયાને ગીતાનો સંદેશ આપનાર ભગવાન શ્રી કૃષ્ણ શા માટે કહેવાયા રણછોડ, જાણો આ રહસ્ય

આ વખતે સમગ્ર દેશભરમાં જન્માષ્ટમીનું પાવન પર્વ 23 અને 24 ઓગસ્ટે ધામધુમથી મનાવવામાં આવશે. આ ખાસ અવસર પર ભગવાન શ્રી

Read More »