મહાત્મા ગાંધી આપણા દેશના રાષ્ટ્રપિતા છે. મહાત્મા ગાંધીની તસ્વીરને ભારતીય ચલણના ટ્રેડમાર્કના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આપણા મનમાં ક્યારેક એવો સવાલ ઉભો થતો હોય છે કે ચણલી નોટ પર બીજા ક્રાંતિકારિયોની તસ્વીર કેમ નથી છપાતી? ક્યારે પણ ગાંધીજી સિવાય કોઈ બીજા ક્રાંતિકારીની તસ્વીર કેમ નથી છપાતી? જો તમે પણ આવા સવાલથી ગૂંચવાયેલા છો તો જાણો શું છે આ પાછળનું કારણ…
મહાત્મા ગાંધીની તસ્વીર આપણા ચલણનો ટ્રેડમાર્ક છે, પરંતુ આ તસ્વીર કઈ રીતે નોટો પર આવી, જે આપણા ચલણની ટ્રેડમાર્ક બની ગઈ. આ ફક્ત પોર્ટ્રેટ ફોટો નથી, આ ગાંધીજીની સંલગ્ન તસ્વીર છે. આ તસ્વીરથી ગાંધીજીનો ચહેરો પોર્ટ્રેટ રૂપમાં લેવામાં આવ્યો છે.
આ તસ્વીર તે સમયે લેવામાં આવી હતી જ્યારે ગાંધીજીએ તત્કાલીન બર્મા અને ભારતમાં બ્રિટિશ સેક્રેટરીના રૂપમાં કાર્યરત ફ્રેડરિક પેથિક લોરેંસની સાથે કોલકત્તા સ્થિત વાયસરોય હાઉસમાં મુલાકાત કરી હતી. આ તસ્વીરથી ગાંધીજીનો ચહેરો પોર્ટ્રેટ રૂપમાં ભારતીય નોટો પર અંકિત કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે ગાંધીજીની તસ્વીર પહેલા નોટો પર અશોક ચક્ર સ્તંભ અંકિત કરવામાં આવ્યો હતો, પરંતુ 1669માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેને બદલવાનો નિર્ણય લીધો. આ નિર્ણય મુજબ, નોટો પર અશોક ચક્ર સ્તંભની જગ્યાએ મહાત્મા ગાંધીનો ફોટો અને અશોક સ્તંભને નોટની ડાબી બાજુ અંકિત કરી દેવામાં આવ્યો. જણાવી દઈએ કે 1987માં જ્યારે પ્રથમવાર પાંચસોની નોટ આવી ત્યારે તેમાં ગાંધીજીનો વોટરમાર્ક ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ 1996 બાદ બધી નોટોમાં ગાંધીજીની તસ્વીર અંકિત કરવામાં આવી હતી.
કરન્સી ઓફ ઓર્ડિનેંસના નિયમ મુજબ ભારત સરકાર ફક્ત એક રૂપિયાની નોટ જાહેર કરે છે. જ્યારે 2 રૂપિયાથી લઈને 2,000 રૂપિયા સુધીની કરન્સી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી જહેર કરવામાં આવે છે.
સૌથી પહેલા નોટો પર કિંગ જોર્જની તસ્વીર છપાતી હતી. 1996ની શરૂઆતમાં કાગળોવાળી નોટ જાહેર કરવામાં આવ્યા, જેની પર મહાત્મા ગાંધીની તસ્વીર છપાઈ હતી. હવે તે જ કાગળની નોટ પ્રચલનમાં છે. કિંગ જોર્જના ફોટોવાળી નોટ બંધ થયા બાદ અશોક ચક્ર સ્તંભવાળી 10 રૂપિયાની નોટ ચલણમાં આવી હતી.