વિશ્વ ઉમિયાધામમાં આજે પ્રથમ પાટોત્સવ સમારોહ, 10થી વધુ પગપાળા સંઘ ઉમિયાધામ સંકુલ પહોંચશે

જાસપુર ખાતે નિર્માણ પામી રહેલા સામાજિક સશક્તીકરણ કેન્દ્રસમા વિશ્વ ઉમિયાધામમાં મા ઉમિયાના 451 ફૂટ ઊંચા મંદિરની શિલાન્યાસ વિધિ 28, 29 ફેબ્રુઆરી 2020ના રોજ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે વિશ્વ ઉમિયાધામ સંકુલ ખાતે મા ઉમિયાની ચલ પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી, જેના પ્રથમ પાટોત્સવની ઉજવણી વિશ્વ ઉમિયાધામ ખાતે રવિવારે કરવામાં આવશે. પ્રથમ પાટોત્સવ સમારોહમાં મહામંડલેશ્વર મહંત દુર્ગાદાસજી બાપુ (લાલાજી મહારાજની જગ્યા, સાયલા) તથા કથાકાર રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રી (જોષીપુરાવાળા, વીરમગામ) ઉપસ્થિત રહેશે.

પાટોત્સવમાં નવચંડી, રાસ-ગરબા પણ યોજાશે

  • સવારે 8.15 વાગ્યે: અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી 10થી વધુ પગપાળા સંઘ સરદાર ધામ ખાતે આવશે.
  • સવારે 8.30 વાગ્યે: મા ઉમિયા સ્મૃતિ મંદિર પરિસરમાં નવચંડી મહાયજ્ઞ
  • 9.30 વાગ્યે: પાલખી યાત્રા અને સ્મૃતિ મંદિરનું ધજારોહણ થશે.
  • 10.15 વાગ્યે: મા ઉમિયાના મહા અન્નકૂટનાં દર્શન, પૂજા અને આરતી.
  • 10.45 વાગ્યે: મુખ્ય પાટોત્સવ સમારોહ.
  • સાંજે 6.30 વાગ્યે: 151 દીવડાથી મા ઉમિયાની મહાઆરતી.
  • સાંજે 7 વાગ્યાથી: સાંસ્કૃતિક કાર્યક્રમ તથા રાસ-ગરબાનું આયોજન. આ સાથે જ મા ઉમિયાના રથનું ફરી વખત પરિભ્રમણ પણ શરૂ થશે. રથ વિશ્વ ઉમિયાધામ સંકુલથી સાબરકાંઠા જિલ્લાની યાત્રાએ નીકળશે.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

World
Ashadeep Newspaper

…અચ્છા તો વ્હાઇટ હાઉસે મોદીને ફોલો કરવાનું એટલા માટે બંધ કર્યું!

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યાલય વ્હાઇટ હાઉસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘અનફોલો’ કરતાં ભારતમાં રાજકીય ઘમાસણ મચ્યું છે. આ બધાની વચ્ચે

Read More »
News & Info
Ashadeep Newspaper

કોરોના વાઇરસ ઇફેક્ટ / એક મહિલાએ કહ્યું, ‘મને અને સાસુને સપના આવે છે કે બંનેના પતિનું કોરોનાથી મોત થયું છે ’

સલાહ કેન્દ્રમાં કોરોનાના કારણે ચિત્ર-વિચિત્ર સપના આવતા હોવાની ફરિયાદ શાસ્ત્રો મુજબ કોઇના મૃત્યુનું સ્વપ્ન આવે તો તેનું આયુષ્ય વધે તેવી

Read More »