વિધાનસભા ચૂંટણીમાં ભાજપની વિચારણા : 65 કે 70 વર્ષના, MLAના પરિવારજનો કે ચૂંટણી હારેલાઓને ટિકિટ નહીં અપાય

પાલિકા પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે જે રીતે પ્રદેશ ભાજપે માપદંડો નક્કી કર્યાં અને યુવાનોને વધુ તક મળે તે નીતિ અપનાવી, તેવી જ નીતિ હવે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં લાગુ કરાશે તેવી માહિતી ભાજપના સૂત્રો તરફથી મળી છે. ઘણાં સમયથી મતદાતાઓના જે-તે નેતાઓ પ્રત્યેના અણગમાને જોતાં આ પ્રકારનો સિદ્ધાંત લાગુ કરાશે.

પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર આ નવી નીતિ પ્રમાણે આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે 65 કે 70 વર્ષની વયમર્યાદા લાગુ કરવાની વિચારણા ચાલી રહી છે. આ ઉપરાંત વર્તમાન ધારાસભ્યના કોઇ પરિવારની વ્યક્તિને ટીકીટ નહીં અપાય અને જે નેતા એક કરતાં વધુ વખતથી સતત હારતા હોય તેવા નેતાઓને પણ વિધાનસભાની ટીકીટ નહીં આપવામાં આવે.

સરકાર હવે ચૂંટણી પછી બોર્ડ નિગમોમાં નિમણૂંક કરશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માપદંડોને કારણે ઉમેદવારી નહીં કરી શકેલાં નેતાઓને ગુજરાત સરકાર બોર્ડ નિગમોમાં નિમણૂંક આપશે. આ નેતાઓ નારાજ રહેવાને બદલે વિધાનસભા ચૂંટણી પહેલાં કામે વળગે અને ફરી વિધાનસભામાં દાવેદારી ન કરે તે માટે સરકારે આ વ્યૂહ અપનાવ્યો છે. આ ચૂંટણી પછી ગમે ત્યારે સરકાર આ અંગે જાહેરાત કરશે.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Visa & Immigration
Ashadeep Newspaper

ભારતીયોને ફક્ત ૧૫% H-1B વિઝા જારી કરવા અમેરિકાની ધમકી

। નવી દિલ્હી । અમેરિકાએ ભારતે ફરી એકવાર ધમકી આપતાં જણાવ્યું છે કે, અમે વિદેશી કંપનીઓને તેમનો ડેટા સ્થાનિક સ્તરે

Read More »
World
Ashadeep Newspaper

હારેલો જુગારી બમણું રમેઃ ટ્રમ્પ ખુરશી નહીં છોડવાના મૂડમાં છે

આવતા મહિનાની ત્રીજી તારીખે અમેરિકાના મતદારો નક્કી કરશે કે ૫૯મા રાષ્ટ્રપતિની ખુરશીમાં કોણ હશે- રિપબ્લિકન પાર્ટીના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

Read More »