વાહનવ્યવહાર મંત્રીએ ગૃહમંત્રીને પત્ર લખ્યો:‘મોટા અવાજવાળાં બુલેટ લઈને ફરતાં લોકો સામે કાર્યવાહી જરૂરી’

જાતિગત ઈમેજ ઊભી કરવા મોટા અવાજવાળું સાઇલેન્સર લગાવી લોકો ફૂલ સ્પીડમાં ચલાવે છે

રાજ્યના શહેરોમાં મોટો અવાજ કરતા બુલેટ ફૂલ સ્પીડમાં ચલાવીને ન્યૂસન્સ ઊભું કરવાની કેટલાક યુવાનો દ્વારા થતી પ્રવૃત્તિ અટકાવવા અને કાર્યવાહી કરવા વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખ્યો છે. ગાંધીનગરના જાગૃત નાગરિકો તરફથી મળેલી રજૂઆતોના પગલે ફળદુએ કાર્યવાહી માટે માગ કરી છે.

ફળદુએ પત્રમાં લખ્યું છે કે, પોતાની જાતિગત ઇમેજ ઊભી કરવા તથા રાહદારીઓનું ધ્યાન પોતાના તરફ આકર્ષાય અને તેમના મલીન ઇરાદાઓ સફળ થાય તે માટે બુલેટ લઈને ફૂલ સ્પીડમાં નીકળે છે. આ રજૂઆત પરત્વે નિયમોનુસાર કાર્યવાહી કરવા ભલામણ છે.

અવાજથી બાળકોમાં બહેરાશ આવે છે
જાગૃત નાગરિકો દ્વારા આક્ષેપ કરાયો છે કે, સાઇલેન્સરનો અવાજ, ન્યૂસન્સ એટલો વિસ્ફોટક અને ભયાનક હોય છે કે નાનાં બાળકોને હંમેશાં માટે બહેરાશ આવી જાય છે. તેમજ આસપાસ વાહન ચલાવતા વ્યક્તિનું ધ્યાન વિચલિત થવાના કારણે અકસ્માતો પણ થતાં હોય છે.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Technology
Ashadeep Newspaper

…તો હવે Facebookનો ઉપયોગ કરવાના પણ આપવા પડશે પૈસા, જાણો વિગતે

જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની વાત આવે ત્યારે ફેસબુકનું નામ પહેલા આવે છે. હાલમાં વિશ્વભરમાં 2 અબજથી વધુ ફેસબુક વપરાશકારો છે

Read More »
Business
Ashadeep Newspaper

ભારતમાં વર્ષ ૨૦૨૦માં એશિયાની સૌથી ઊંચી ૯.૨ ટકા વેતનવૃદ્ધિ થવાનો અંદાજ : અહેવાલ

। નવી દિલ્હી । આગામી વર્ષે ભારતમાં કર્મચારીઓના વેતનમાં અશિયાનો સૌથી વધુ એમ ૯.૨ ટકા વધારો નોંધાઇ શકે છે.  મોંઘવારીને

Read More »