વાવાઝોડા ડોરિયને બહામાસમાં વિનાશ વેર્યો, ૧૩,૦૦૦ મકાનો જમીનદોસ્ત

। ન્યૂ યોર્ક ।

એટલાન્ટિક મહાસાગરમાંથી ઉદ્ભવેલું ડોરિયન વાવાઝોડું ૨૯૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથેના પવનો સાથે રવિવારે બપોરે ૧૨.૪૦ વાગ્યે બહામાસમાં ત્રાટક્યું હતું અને આખા પ્રદેશમાં વિનાશ વેર્યો હતો. દસ લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. બહામાસમાં વાવાઝોડાની આગળ વધવાની ગતિ એકદમ ઓછી હોવાથી તેની વિનાશક અસર જોવા મળી હતી. ગ્રાન્ડ બહામા આઇલેન્ડ પર આશરે ૧૩,૦૦૦ ઘરોને જબરદસ્ત નુકસાન પહોંચ્યું છે. ૩૦ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં બહામાસના ગ્રાન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાંચ ફૂટ સુધીના પાણી ભરાયાં હતાં.

બીજા નંબરનું વાવાઝોડું

કેટેગરી પાંચનું હરિકેન ડોરિયન એટલાન્ટિક મહાસાગરમાંથી ઉદ્ભવેલું બીજા નંબરનું સૌથી સ્ટ્રોંગ વાવાઝોડું બન્યું છે. આ પહેલાં ૧૯૮૦માં હરિકેન એલન ૩૦૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મેક્સિકો અને ટેક્સાસમાં ત્રાટક્યું હતું. બીજી તરફ પેસિફિક મહાસાગરમાં ૨૦૧૫ના ઓક્ટોબરમાં હરિકેન પેટ્રિસિયા ત્રાટક્યું હતું અને એની સ્પીડ ૩૪૬ કિલોમીટર પ્રતિ કલાકની હતી. આ તમામે ભારે વિનાશ વેર્યો હતો.

૩૦ ઇંચ વરસાદ : બહામાસમાં વાવાઝોડું ત્રાટક્યું એ સાથે ભારે પવનોની વચ્ચે અનેક ઘરોની છતો ઊડી ગઈ હતી. રસ્તા પર પાર્ક કરેલી ગાડીઓ હવામાં ફંગોળાઈ હતી. વૃક્ષો ધરાશયી થયાં હતાં અને ૩૦ ઇંચ જેટલો વરસાદ થતાં રસ્તાઓ જળબંબાકાર થયા હતા. સાત વર્ષનો અચિનો મેકિન્ટોશ નામનો એક બાળક ડૂબી ગયો છે.

દરિયા કિનારે વિનાશ વધારે

નિષ્ણાતો એવી આશંકા વ્યક્ત કરે છે કે ભારે પવનના કારણે સમુદ્રમાં ઊંચા મોજાં ઊછળશે અને એ કિનારા વિસ્તારોમાં વિનાશ વેરી શકે છે. ફ્લોરિડાના ગવર્નર રોન ડીસાન્ટિસે કહ્યું હતું કે આ વાવાઝોડું ભારે વિનાશ વેરી શકે છે. હું લોકોને અપીલ કરું છું કે તમે સલામત સ્થળે જતા રહેજો.

ચાર વર્ષમાં ચોથી વખત સ્થળાંતર

સાઉથ કેરોલિનાના ગવર્નરે કહ્યું હતું કે અમે  કોઈ ચાન્સ લેવા માગતા નથી. રાજ્યમાંથી ૮,૩૦,૦૦૦ લોકોનું  સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઘણા લોકો પોતાની  રીતે સલામત સ્થળે ગયા છે. ગત ચાર વર્ષમાં ચોથી વખત  આવું કરવાનો વારો આવ્યો છે.

હજારો ઘરોમાં અંધારપટ । બહામાના ન્યૂ પ્રોવિન્સ આઇલેન્ડ પર અંધારપટ છવાયો છે. પાવર લાઇનોને નુકસાન થતાં હજારો ઘરોમાં વીજળી પુરવઠો ખંડિત થયો છે.  દરિયા કિનારે અનેક બોટ ઊંધી વળી ગઈ  હતી. ઘરો જમીનદોસ્ત થવાથી સેંકડો લોકો ઘરબાર વિનાના થાય એવી શક્યતા છે. હવે આ વાવાઝોડું સોમવાર સાંજ સુધીમાં ફ્લોરિડા, ર્જ્યોિજયા અને નોર્થ અને સાઉથ કેરોલિનામાં ત્રાટકવાનું હોવાથી આ વિસ્તારમાં ભયનું સામ્રાજ્ય છે. વાવાઝોડાના માર્ગમાં આવતા વિસ્તારોમાંથી ૧૫ લાખ લોકોએ સ્થળાંતર કર્યું છે. જો વાવાઝોડું એનો રસ્તો બદલે તો ઓરલેન્ડો અને વોલ્ટ ડિઝની વર્લ્ડને ભારે નુકસાન થવાની વકી છે. અમેરિકામાં લેબર ડે નિમિત્તે રવિવારે ફ્લોરિડા જતી ૬૦૦ ફ્લાઇટો કેન્સલ કરવામાં આવી છે.

એટલાન્ટિક મહાસાગરમાંથી ઉદ્ભવેલાં ભયાનક વાવાઝોડા

નામ            વર્ષ    પવનની ઝડપ

લેબર ડે        ૧૯૩૫ ૨૯૭ (કીમી)

ગિલબર્ટ        ૧૯૮૮ ૨૯૭ (કીમી)

વિલ્મા          ૨૦૦૫ ૨૯૭ (કીમી)

ડોરિયન        ૨૦૧૯ ૨૯૭ (કીમી)

મેં કેટેગરી ૫ના વાવાઝોડાની વાત સાંભળી નથી : ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે ઈમર્જન્સી મેનેજમેન્ટ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને જાહેર કર્યું હતું કે આ  વાવાઝોડું વિનાશક છે. દરિયા કાંઠે રહેતા હજારો લોકોને  સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યાં છે. મને ખબર નથી કે મેં ક્યારે પણ કેટેગરી પાંચના વાવાઝોડા વિશે સાંભળ્યું હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Business
Ashadeep Newspaper

ક્યારેક દીકરીના લગ્નમાં કર્યો હતો 500 કરોડનો ખર્ચ, આજે બ્રિટેનના સૌથી નાદાર વ્યક્તિ

સ્ટીલ કિંગના નામથી મશહૂર લક્ષ્મી મિત્તલ (Lakshmi Mittal)ના નાના ભાઈ પ્રમોદ મિત્તલ (Pramod Mittal) બ્રિટેનના સૌથી મોટા બેંકરપ્ટ(નાદાર) કરવામાં આવી

Read More »
News & Info
Ashadeep Newspaper

ભારત-પાક. અણુ યુદ્ધ થયું તો કેટલી ખાનાખરાબી?

દેશોએ મિસાઈલ પર પરમાણુ હથિયારો ગોઠવી રાખ્યાં છે હાલમાં ચાર દેશો રશિયા, અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને તેના પરમાણુ હથિયારો મિસાઈલ

Read More »