લ્યો બોલો ! સુરતમાં યોજાશે ભારતની પહેલી વાછુટની સ્પર્ધા, આ રીતે નક્કી કરાશે વિજેતા

વાછુટ કે પાદ નામ સાંભળતા જ આપણે પહેલાં તો મોઢું ચઢાવી લઈએ છીએ. એમાં પણ જાહેરમાં જો કોઈ પાદે તો લોકો તેને પાંપણ ઊંચી કરીને ગુસ્સાભરી નજરોમાં જુએ છે. ત્યારે સુરતમાં એક અનોખી સ્પર્ધા યોજાવા જઈ રહી છે. આ સ્પર્ધા છે પાદવાની. આ સ્પર્ધામાં પાદ માટેના નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે. અને જે સૌથી સારી રીતે પાદશે તેને એવોર્ડ પણ આપવામાં આવશે. લોકો પાદથી શરમ ન અનુભવે તે માટે આ સ્પર્ધાનું આયોજન કરાયું છે.

આમ તો વિદેશમાં આ પ્રકારની સ્પર્ધા યોજાતી હોય છે. પણ ભારતમાં આ પ્રકારની સ્પર્ધા આજસુધી ક્યારેય યોજાઈ નથી. ત્યારે સુરતના વિશ્વેશ સંઘવી અને તેના મિત્ર દ્વારા આ કોમ્પિટિશનનું આયોજન કરાયું છે. આ કોમ્પિટિશન ચાર શ્રેણીમાં વહેંચવામાં આવી છે. સૌથી લાંબુ પાદ, સૌથી મોટા અવાજવાળું પાદ, સૌથી વધારે ગંધાતું પાદ અને મ્યુઝિકલ પાદ. આ કોમ્પિટિશન માટે 100 રૂપિયા ફી રાખવામાં આવી છે. અને દેશભરમાંથી 200 જેટલાં લોકોએ ફોન કર્યા છે અને 100 લોકોએ તો રજિસ્ટ્રેશન પણ કરાવી દીધું છે.

શોના આયોજક વિશ્વેશ સંઘવી કહે છે કે, આ કુદરતી પ્રક્રિયા છે, પણ એને શરમજનક રીતે જોવામાં આવે છે. આ શરમ દૂર થાય એ હેતુથી અમે આ સ્‍પર્ધાનું આયોજન કર્યુ છે. સ્‍પર્ધામાં ભાગ લેનારામાંથી સૌથી સારામાં સારી ફાર્ટ કરનારને એવોર્ડ આપવામાં આવશે.’ સારામાં સારી ફાર્ટ નકકી કરવા માટે સુરત શહેરના એક રેડિયો જોકી, એક નામાંકિત વ્‍યકિત અને એક મેડિકલ એકસપર્ટને જ્જ તરીકે નિયુકત કરવામાં આવશે. જે સાઉન્‍ડ, સ્‍મેલથી માંડીને ફાર્ટ દરમ્‍યાન પડનારી તકલીફને ધ્‍યાનમાં રાખીને જ્જ કરશે. બાવીસમી સપ્‍ટેમ્‍બરે રવિવારે આ સ્‍પર્ધા સુરતના પીપલોદ રોડ પર આવેલી એક રેસ્‍ટોરાંમાં રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
News & Info
Ashadeep Newspaper

ભારતીય રેલવેએ આજે 167 વર્ષ પૂર્ણ કર્યા, વિશ્વયુદ્ધ વખતે ય દોડતી ટ્રેન પહેલી જ વાર કોરોનાના કારણે 40 દિવસ બંધ

રોજ અઢી કરોડ લોકોને લઈને દોડતી રેલવે 22 માર્ચથી બંધ છે અને હજુ 3 મે સુધી થંભેલી જ રહેશે લોકડાઉનના

Read More »
World
Ashadeep Newspaper

લંડનમાં 52 મિલિયન પાઉન્ડ રોકડના કેસમાં ગુજરાતી જય પટેલ ખોટી રીતે વગોવાયો, માત્ર એક નાનકડી ભૂલ નડી ગઈ

લંડન મેટ્રોપોલિટન પોલીસ અને સ્કોટલેન્ડ યાર્ડે તાજેતરમાં જ એક મકાન પર દરોડા પાડી બાવન મિલિયન પાઉન્ડ ( રૂ. ૨૦૬ કરોડ)ની

Read More »