લ્યો બોલો…હવે એક નહીં, બે નહીં પણ ત્રણ ડિસ્પ્લેનો આવી રહ્યો છે સ્માર્ટફોન, જાણો વિગત

સ્માર્ટફોન કંપનીઓ આગામી અમુક વર્ષોમાં એક પછી એક ડિઝાઇનવાળા સ્માર્ટફોન લોન્ચ કરશે. આ દરમિયાન કંપનીઓની કોશિશ છે કે તેની નવી અને અલગ ડિઝાઈનને પેટેંટ કરાવી લે તેથી કોઈ અન્ય કંપની એ જ ડિઝાઇનનો સ્માર્ટફોન ન બનાવે.

આ ક્રમમાં સેમસંગે પણ એક નવા ડિઝાઇનનું પેટેંટ મેળવ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સેમસંગ આ નવી ડિઝાઇનને અપકમિંગ ફ્લેગશિપ સ્માર્ટફોનમાં યૂઝ કરી શકે છે. રિપોર્ટ મુજબ સેમસંગે જે નવી ડિઝાઇનનું પેટેંટ કરાવ્યું છે તેની હેઠળ ફોનમાં એક નહીં પણ ત્રણ ડિસ્પ્લે હશે. કંપનીએ આ ડિઝાઇનના પેટેંટને ગત વર્ષ ઓગસ્ટમાં ફાઇલ કરી હતી અને આ વર્ષે માર્ચમાં કંપનીને આ પેટેન્ટ મળી ગયું છે.

આપને જણાવી દઈએ કે કંપનીના ફોનની ડિઝાઇનને એક રેંડર લેટ્સગો ડિજિટલ દ્વારા રિલીઝ કરવામાં આવી. આ ડિઝાઇનને જોઈને લાગે છે કે યૂઝર્સ ફોનના ત્રણે ડિસ્પ્લેને સરળતાથી ઉપયોગ કરી શકશે. જોકે આ ફોનમાં કોઈ કેમેરા સેંસર અથવા બટન નથી એવું સામે આવ્યું છે. લોન્ચિંગની વાત કરીએ તો અત્યાર સુધી કોઈ આધિકારિક જાહેરાત કરવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
World
Ashadeep Newspaper

ભારતમાં આતંકી ચંદ્ર પરથી નહીં, પાડોશી દેશમાંથી આવે છે : યુરોપિયન યુનિયન

। યુએન । સ્ટ્રાસબર્ગ (ફ્રાન્સ)કાશ્મીર પર દુષ્પ્રચાર કરીને એને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવાની કોશિશ કરી રહેલા પાકિસ્તાનને યુરોપિયન યુનિયનની સંસદે જોરદાર

Read More »
Business
Ashadeep Newspaper

લૉકડાઉન પછી ગુજરાતમાં 5 મહિનામાં 2.86 લાખ દસ્તાવેજો થયા, સરકારને 1400 કરોડની આવક

કોરોનાકાળમાં બે લાખ મકાન વેચાયાં, ઓગસ્ટમાં દસ્તાવેજ નોંધણીનો 2 વર્ષનો રેકોર્ડ બ્રેક સ્ટેમ્પ ડ્યૂટીમાંથી દરરોજની સરેરાશ 25 કરોડની આવક, બે

Read More »