લોકસભામાં NIA બિલ પાસ, હવે વિદેશમાં જઈને આતંકવાદીઓને દબોચી શકશે

લોકસભામાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) વિધેયકને વોટિંગ બાદ સદનમાં પારિત કરવામાં આવ્યું હતું. પ્રસ્તાવના પક્ષમાં 28 વોટ પડ્યા હતા, જ્યારે વિરોધમાં માત્ર 6 વોટ પડ્યા હતા. વિધેયક પર લાવવામાં આવેલ તમામ સંશોધન પ્રસ્તાવોને નામંજૂર કરી દેવામાં આવ્યા છે.

ગૃહરાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ લોકસભામાં એનઆઈએ વિધેયક 2019ને ચર્ચા માટે રજૂ કરતાં કહ્યું કે, આ બિલ પારિત થતાં એનઆઈએને વધારે મજબૂતી મળશે અને આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલાં મામલામાં તે વિદેશમાં જઈને પણ તપાસ કરી શકશે.

આ બિલ પાસ થતાં તપાસ એજન્સી તસ્કરીસ નશીલાં પદાર્થની તસ્કરી, માનવ તસ્કરી અને સાઈબર ક્રાઈમ તપાસ સંબંધી મામલાઓને લઈ તેને વધારે અધિકાર પ્રાપ્ત થશે. આનઆઈએને આ પ્રકારના મામલાઓમાં તપાસનો અધિકાર આપીને દેશહિતમાં તેની ભૂમિકાને મહત્વપુર્ણ બનાવાઈ છે.

સરકાર તરફથી કહેવામાં આવ્યું કે, હવે એનઆઈએ આતંકવાદ, દેશ વિરોધી ગતિવિધિઓ, માનવ તસ્કરી તથા સાઈબર ક્રાઈમની વિદેશમાં જઈને તપાસ કરવાનો અધિકાર મળશે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આ વિષય પર સદનમાં ડિવિઝન થવું જોઈએ, જેનાથી દેશને ખબર પડે કે કોણ આતંકવાદના પક્ષમાં છે અને કોણ તેના વિરોધમાં. જે બાદ સ્પીકરે ડિવિઝનની મંજૂરી આપતાં સદનમાં તમામ સભ્યોને પોતાની સીટ પર જવા માટે કહ્યું હતું. જે બાદ બિલના પક્ષમાં 278 વોટ પડ્યા હતા, જ્યારે તેના વિરોધમાં ફક્ત 6 વોટ પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Technology
Ashadeep Newspaper

1 જાન્યુઆરીથી બદલાઈ જશે મોબાઈલ નંબર, કેન્દ્ર સરકારે આપી લીલીઝંડી, જાણો શું બદલાવ આવશે?

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ (DoT) તરફથી મોબાઈલ નંબરના અંકોમાં બદલાવને મંજૂરી આપી દીધી છે. સરકારની મંજૂરી બાદ ફિક્સ્ડ લાઈનથી સેલ્યુલર મોબાઈલ

Read More »
News & Info
Ashadeep Newspaper

વાસ્તવિકતા યથાવત્, ભપકો જોરદાર / ટ્રમ્પના આગમનની તૈયારીઓને આખરી ઓપ, મોટેરા સ્ટેડિયમ રોશનીથી ઝળહળ્યું

અમદાવાદઃ વિશ્વનું સૌથી મોટું મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ભવ્યાતિભવ્ય સ્વાગત માટે તૈયાર છે. ટ્રમ્પના આગમન પૂર્વેની તૈયારીઓ પણ

Read More »