રિસર્ચ : લાંબી ઉંમર ઈચ્છો છો તો અઠવાડિયાંમાં 5 દિવસ 400 ગ્રામ ફળ-શાકભાજી લો- અમેરિકાના વૈજ્ઞાનિકોનો દાવો

  • રિસર્ચ પ્રમાણે, ફળ-શાકભાજી ઉંમર વધારવાની સાથે હાર્ટ ડિસીઝ અને કેન્સર જેવી બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે
  • ડાયટમાં સ્ટાર્ચયુક્ત વસ્તુઓને સામેલ ન કરો, તેનાથી સ્વાસ્થ્યને ફાયદો થતો નથી

જો તમે લાંબી ઉંમર ઈચ્છો છો તો તમારા માટે અમેરિકાના વૈજ્ઞાનિકોએ તેનું સિક્રેટ શોધી કાઢ્યું છે. તેમના મત મુજબ, લાંબી ઉંમર જોઈતી હોય તો દરરોજ 160 ગ્રામ ફળ અને 240 ગ્રામ શાકભાજી ડાયટમાં સામેલ કરો. અઠવાડિયાંમાં 5 દિવસ આ રૂટિન ફોલો કરવાથી તેની અસર જોવા મળશે.

વૈજ્ઞાનિકોએ આ તારણ દુનિયાભરના 20 લાખ લોકો પર રિસર્ચ કરીને કાઢ્યું છે. તેમાં જોવા મળ્યું કે જેમણે ડાયટમાં ફેરફાર કર્યો તેમને મૃત્યુનું જોખમ ઓછું થયું. રિસર્ચ પ્રમાણે, ફળ-શાકભાજી ઉંમર વધારવાની સાથે હાર્ટ ડિસીઝ અને કેન્સર જેવી બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે.

બટાકા અને મકાઈ જેવી સ્ટાર્ચયુક્ત વસ્તુઓ ન લો
અમેરિકન હાર્ટ અસોસિએશનના ફ્લેગશિપ જર્નલ સર્ક્યુલેશનમાં પબ્લિશ રિસર્ચ કહે છે, કેટલીક એવી શાકભાજી હોય છે જે સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક નથી હોતી તેમાં બટાકા અને મકાઈ સામેલ છે. તેમાં વધુ માત્રામાં સ્ટાર્ચ જોવા મળે છે.

છેલ્લા 20 વર્ષમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સલાહ પર બ્રિટનની હેલ્થ એજન્સી નેશનલ હેલ્થ સર્વિસિસ લોકોને હેલ્થફુલ ડાયટ લેવાની સલાહ આપે છે. લોકોની ડાયટમાં ફળ-શાકભાજી સામેલ કરવા અને શુગર-ફેટ ઓછું કરવા માટે સલાહ આપે છે.

દર 10માંથી માત્ર 1 વ્યક્તિ યોગ્ય ફળ-શાકભાજી લે છે
અમેરિકન હેલ્થ એજન્સી CDCના જણાવ્યા પ્રમાણે, અમેરિકામાં દર 10માંથી 1 વ્યક્તિ જ યોગ્ય ફળ અને શાકભાજી લે છે. તો બ્રિટનમાં માત્ર 17% આવી ડાયટ રુટિનમાં ફોલો કરે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, હેલ્ધી ડાયટ લેનારાઓનો આંકડો ઓછો છે. બીમારી જો ઘટાડવી છે અને લાંબી ઉંમર જોઈએ છે તો ડાયટમાં ફળ અને શાકભાજીની માત્રા વધારી દો.

ડાયટમાં આ વસ્તુ સામેલ કરો
રિસર્ચ પ્રમાણે, ડાયટમાં પાલક, ચીલ જેવી પાંદડાવાળી શાકભાજી અને ગાજર સામેલ કરો. આ સિવાય વિટામિન-C યુક્ત ફળો જેમ કે નારંગી, મોસંબી પણ અસરકારક છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જ્યુસ કરતાં ડાયરેક્ટ ફળનું સેવન વધુ ફાયદાકારક છે. કારણ કે તેનાથી ફાઈબરની ઊણપ દૂર થાય છે. જ્યુસ રીતે લેવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Info & News
Ashadeep Newspaper

હપ્તાનો ખેલ : ‘ધંધો કરવો હોય તો 5 હજાર આપવા પડશે’, AMCના નામે બીજા વેપારીઓ પાસેથી હપ્તાની ઉઘરાણી કરતો શાકભાજીનો વેપારી પકડાયો

શાકભાજીનો વેપારી બીજા વેપારીઓ પાસેથી હપ્તાની ઉઘરાણી કરતો હતો વેપારીએ પૈસા ન આપ્યા તો એક્ટિવા પર અપહરણ કરીને ધમકી આપી

Read More »
World
Ashadeep Newspaper

હિજરત : હોન્ડુરાસથી સારા જીવનની શોધમાં 3000થી વધુ લોકોનું US તરફ પગપાળા પ્રયાણ

4 મહિનામાં 10થી વધુ વાવાઝોડાં, હજારો ઘર નાશ પામ્યાં, ખેતી અસંભવ આશરે 99 લાખની વસતી ધરાવતા મધ્ય અમેરિકી દેશ હોન્ડુરાસમાં

Read More »