રવિવારે કરો આ ચમત્કારી ઉપાય પૈસાની ક્યારેય નહીં આવે તંગી

ક્યારેક વ્યક્તિ અથાગ મહેનત અને પરિશ્રમ કરે છે આમ છતા તેને સફળતા મળતી નથી. સતત આવક ઘટવાથી અથવાતો આર્થિક ફટકાઓ પડવાથી માનસિક તકલીફ વધે છે અને આ ઉદ્વેગના કારણે પેસાની તંગી થવા લાગે છે એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ આવે છે. તો આજે રવિવારના દિવસે આ ચમત્કારી ઉપાયો કરવાથી તમને ગમે તેવી આર્થિક સમસ્યા હશે તે દૂર થશે. રવિવારે કરો આ ખાસ ટોટકા જેનાથી તમને પૈસાની ક્યારેય કમી નહી આવે. ધનનો ભંડાર ખુબજ ઝડપથી વધવા લાગશે. સુખ અને સંપત્તિમાં વધારો થશે.

જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન કોષ વધારવા રવિવારે એક મોટા પાનમાં તમારી તમામ મનોકામના લખી વહેતા જળમાં વહાવી દેવાથી તમારી એ ઇચ્છા જરૂરથી પુરી થશે, જો તમારે ધન, વૈભવ યશ મેળવવા ઇચ્છો છો તો રવિવારના દિવસે પ્રત્યક્ષ સૂર્યની સાધના કરવાનું ન ભૂલો.

આ દિવસે ભગવાન સૂર્યની વિધિ વિધાનથી પૂજા આરાધના અને વ્રત કરવાથી તમામ પ્રકારની બાધાઓ મુશ્કેલીઓ દૂર થશે. નોકરી કારોબારમાં સફળતા પ્રાપ્ત થશે. રવિવારે સંધ્યા સમયે પીપળાના ઝાડ નીચે ચારમોઢાવાળો દિપક જલાવો. તમે આને લોટથી બનાવશો તો વધારે સારૂ ફળ મળશે. આ ઉપાય કરવાથી ધનનું આગમન થવા લાગશે. ધનનો ભંડાર વધવા લાગશે.

આર્થિક સમસ્યાઓથી બહાર આવવા માટે રવિવારના દિવસે કોઈ નદી કે સરોવરમાં માછલીઓને ખવડાવવાથી ખુબજ ફાયદો થશે. રવિવારે રાત્રે સુતા પહેલા માથા પાસે ઓશીકું હોય ત્યાં એક ગ્લાસ દૂધ ભરીને રાખો. વહેલી સવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન કરી આ દૂધને બાવળના થડ પાસે રેડી આવો. આ ઉપાય 7 અઠવાડિયા સુધી કરવાથી નિશ્ચિત ફળ પ્રાપ્ત થાય છે.

કોઈ ગરીબ બાળકોને જમવાનું આપો, અન્નનું દાન ખુબજ શ્રેષ્ઠ માનવામાં આવે છે. વસ્ત્રોનું દાન કરો. કીડીયારૂ પુરો, જરૂરિયાત વાળી વ્યક્તિને છત્રી અને માટલીમાં મગ ભરીને મૌન વ્રત રાખી હાથોહાથ દાન કરવાથી ફળ પ્રાપ્ત થશે. 
અથાગ મહેનતને ક્યારેય કોઈ સફળ થતા અટકાવી શકતુ નથી. આપણે જે પણ ઉપાય કરીશું તે સાત્વીક તેમજ કોઈને નુકસાન ન થાય તેવા જ કરીશુ જેનાથી ચોક્કસ ફળ પ્રાપ્ત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Info & News
Ashadeep Newspaper

તૈયારી : રોજ 10 લાખને કોરોનાની રસી માટે એપોલો હોસ્પિટલ તૈયાર, 70 હોસ્પિટલના 10 હજારથી વધુ કર્મચારીને તાલીમ અપાઈ

કોવિડ-19 સામેની લડાઈમાં દરરોજ 10 લાખ લોકોને કોરોનાની રસી મૂકવા માટે સંપૂર્ણ રીતે સજ્જ હોવાની એપોલો હોસ્પિટલે જાહેરાત કરી છે.

Read More »
Technology
Ashadeep Newspaper

હવે થી નહીં ચાલે આ પ્રકારનું આધાર કાર્ડ, UIDAIએ આપી ચેતવણી, જાણો વિગત

હાલના સમયમાં આધાર કાર્ડ સરકારી કામકાજ અથવા અન્ય કોઈ કામમાં વ્યક્તિની ઓળખ તરીકે મુખ્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારે

Read More »