રક્ષામંત્રી રાજનાથ સિંહનો હુંકાર, કાશ્મીર સમસ્યાનો ઉકેલ વાતચીતથી નહીં આવે તો…

રક્ષામંત્રી રાજનાથ સિંહે શનિવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે કહ્યું કે, રાજ્યની તમામ સમસ્યોનો ઉકેલ આવશે અને વિશ્વની કોઈ પણ તાકાત તેને રોકી નહીં શકે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારના તેવરને સ્પષ્ટ કરતાં રક્ષા મંત્રીએ કહ્યું કે, જો કોઈ વાતચીતથી ઉકેલ નથી ઈચ્છતું તો પછી અમને ખબર છે કે સમાધાન કેવી રીતે કાઢવું. કાશ્મીરમાં આતંકવાદના સવાલ પર તેઓએ કહ્યું કે, જે પ્રકારે સમગ્ર ઈન્ટરનેશનલ કોમ્યુનિટી એક સાથે આવી રહીછે, તેનાથી કાશ્મીર સહિત સમગ્ર દુનિયાને આતંકવાદથી છુટકારો મળશે.

પાકિસ્તાનના અમેરિકા મુલાકાતમાં કારગિલ મુદ્દાના સવાલ પર રાજનાથ સિંહે કહ્યું કે, દેશવાસીઓને પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને જવાનોનાં શૌર્ય પર ભરોસો રાખવો જોઈએ. રાજનાથ સિંહે કહ્યું કે, હું એ તમામ પર્વતમાળા પર જઈને આવ્યો છું, જ્યાં સેનાએ પોતાનો પરાક્રમ દેખાડતાં પાકિસ્તાનીઓને પાછળ ધકેલ્યા હતા.

રાજ્યમાં અલગાવવાદીઓ સાથે વાચતીચના સરકારના પ્રયાસોને લઈ રાજનાથ સિંહે કહ્યું કે, અમારે જેટલાં પ્રયાસો કરવાના હતા તેટલાં અમે કરી લીધા છે. હવે તેમના હાથમાં છે. રાજનાથ સિંહે કહ્યું કે, કાશ્મીરમાં જે લોકો આંદોલન ચલાવી રહ્યા છે, જો તે સમાધાન ઈચ્છે છે, તો હું તેમને અપીલ કરું છું કે, સાથે બેસે અને વાત કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
World
Ashadeep Newspaper

ગન કલ્ચર અમેરિકા માટે બન્યુ માથાનો દુખાવો, તેના લીધે આ વર્ષે 38,000 લોકોએ જીવ ગુમાવ્યા

મનુષ્યવધ, હત્યા કે ભૂલથી થયેલા શૂટિંગનો ભોગ બનનારાઓની સંખ્યા 14,970 છે હથિયારોથી 11 વર્ષથી નાની વયના 207 બાળકોએ જીવ ગુમાવ્યા

Read More »
Info & News
Ashadeep Newspaper

કોરોનાના મોટા કૌભાંડનો પર્દાફાશ: કેસ ઓછા બતાવવા રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ દર્દીઓને નેગેટિવ બતાવી દેવાયા

પોઝિટિવ દર્દીને નેગેટિવ બતાવવાના ગુપ્ત આદેશ તેમજ 3.5 લાખ રેપિડ ટેસ્ટનો રેકોર્ડ મેળવી લોકો સમક્ષ મૂક્યા પુરાવા રાજકોટ શહેર અને

Read More »