મોટી જાહેરાત: 17 જૂને આખા ભારતના ડોક્ટરો હડતાળ પર, માત્ર ઈમરજન્સી સુવિધા જ ચાલુ

ઈન્ડિયન મેડિકલ એસોશિએશને (IMA) શુક્રવારે જાહેરાત કરી કે 17 જૂનના રોજ આખા દેશનાં ડોક્ટરો હડતાળ પર ઉતરી જશે. એ સાથે કહેવામાં આવ્યું કે માત્ર ઈમરજન્સી સેવાઓ જ ચાલુ રહેશે. IMAએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, હોસ્પિટલોમાં ડોક્ટરોની સુરક્ષા ઈચ્છીએ છીએ. કોલકતામાં મેડિલકના વિદ્યાર્થીઓ ખુબ ડરેલા છે.

આગળ કહ્યું કે, રસ્તા પર હિંસા શરૂ થઈ ગઈ છે. અમે એવું ઈચ્છીએ છીએ કે સમાજ અમારી સાથે રહે. અમે ઈચ્છીએ છીએ કે કોલકતામાં જે હિંસા થઈ એનાં આરોપીઓને મોટી સજા કરવામા આવે. દવાખાનામાં હિંસા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.

આગળ IMAએ કહ્યું કે અમે ઘોષણા કરીએ છીએ કે, 17 જુને આખા દેશમાં ડોક્ટરો હડતાળ પર રહેશે અને માત્ર ઈમરજન્સી સુવિધાઓ જ ચાલુ રહેશે. ડોક્ટરોની હડતાળ શનિવારે પણ ચાલુ જ રહેશે.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી ડોક્ટરોની હડતાળ વચ્ચે કલકત્તા હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે. હાઈકોર્ટે બંગાળ સરકારને કહ્યું કે, તે તરત જ હડતાળ કરી રહેલાં ડોક્ટરો સાથે વાતચીત કરે અને મામલાનો ઉકેલ લાવે. એટલું જ નહીં, હાઈકોર્ટે મમતા સરકારને પુછ્યું છે કે, તેઓએ ડોક્ટરોની સુરક્ષા માટે કયા પગલાં ભર્યા છે. જણાવી દઈએ કે, એક જુનિયર ડોક્ટર સાથે થયેલી મારપીટ બાદ રાજ્યભરના ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Astrology
Ashadeep Newspaper

જ્યારે ઓશોથી ડરી ગઇ હતી અમેરિકી સરકાર, દુનિયાથી અલગ વિચારો ધરાવતા રજનીશની પુણ્યતિથિ

ઓશો તેમના ક્રાંતિકારી અને દુનિયાથી અલગ વિચારોને કારણે હંમેશા વિવાદમાં રહ્યા હતા. ઓશોના વિચારોથી પ્રભાવિત, લોકો બધું છોડી દેવા અને

Read More »
Technology
Ashadeep Newspaper

‘વિક્રમ’નો સંપર્ક કરવા માટે નાસા પણ ઈસરોની મદદે, મોકલ્યો ‘હેલો’નો મેસેજ

નવી દિલ્હી, તા.12 સપ્ટેમ્બર 2019, ગુરૂવાર ચંદ્ર પર લેન્ડિંગ કરતી વખતે અણીના સમયે જ સંપર્ક ગુમાવી દેનાર લેન્ડર વિક્રમનો ફરી

Read More »