મા-કાર્ડથી આખા દેશની સરકારી હોસ્પિટલમાં સેવા લઇ શકશે

  • રાજ્યના નાગરિકોને એક જ કાર્ડથી બંને યોજનાના લાભ મળશે
  • મા-કાર્ડ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ એક થઈ જશે

દિનેશ જોષી, ગાંધીનગરઃ ગુજરાતીઓ ભારતભરમાં ફરતા હોવાને કારણે ગુજરાત સરકારે મા-કાર્ડ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું એકીકરણ કરીને એક જ કાર્ડમાં ગુજરાતના નાગરિકોને મા-કાર્ડ અને પ્રધાનમંત્રી આરોગ્ય સેવા કાર્ડનો લાભ મળે તેવી વ્યવસ્થા કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ માટે મા-કાર્ડની પાછળ જ પ્રધાનમંત્રી કાર્ડની ઇમેજ અપગ્રેડ કરવાનું આયોજન હાથ ધરી દીધું છે.

બે કાર્ડ મર્જ કર્યા
ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી નિતિન પટેલના નેતૃત્વમાં મુખ્યમંત્રી અમૃત્તમ(મા)-મુખ્યમંત્રી અમૃતમ વાતસલ્ય અને આયુષ્માન ભારત એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ વાર્ષિક પાંચ લાખ સુધી સરકારી અને સંલગ્ન હોસ્પિટલમાં વિનામુલ્યે સારવારની યોજના અમલમાં છે. વડાપ્રધાને કેન્દ્રમાં આ યોજના પ્રધાનમંત્રી આરોગ્ય સેવાના નામ હેઠળ અમલમાં મુકી. ગુજરાતના નાગરિકોને ગુજરાતમાં આરોગ્ય સેવા મેળવવી હોય તો મા-કાર્ડ અને ગુજરાત બહાર આરોગ્ય સેવાનો લાભ લેવો હોય તો પ્રધાનમંત્રી આરોગ્ય કાર્ડથી લાભ મેળવતા હતા. જેમાં લાભાર્થીને પણ બે-કાર્ડ સાથે રાખવાની મુશ્કેલી હતી. આથી ગુજરાત સરકારે બંને યોજનાને એક કરીને નાગરિકોને દેશમાં આરોગ્ય સેવા મેળવવા માટે એક જ કાર્ડ સાથે રાખવું પડે તેવું આયોજન હાથ ધર્યું છે.

લાભાર્થીઓનું મા કાર્ડ અપગ્રેડ થશે
હાલમાં મા-કાર્ડની યોજનામાં જે કાર્ડ અપાઇ છે, તેની પાછળ જ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનું કાર્ડ હશે. મા-કાર્ડ ધરાવનાર લાભાર્થીનું કાર્ડ અપગ્રેડ થઇ જશે અને આ જ કાર્ડમાં પ્રધાનમંત્રી અને મા-કાર્ડ બંને આરોગ્ય સેવાનો લાભ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Business
Ashadeep Newspaper

રેમિટન્સ : પરદેશમાં વસતા ગુજરાતીઓએ રૂ.11100 કરોડ વતન મોકલ્યા…

35થી વધુની ઉંમરની મહિલાઓ સૌથી વધુ કીમતનું ચલણ મોકલે છે મહામારીમાં ગુજરાતની 20% ગૃહિણીઓએ સાઇડ ઇન્કમનો વિકલ્પ અપનાવ્યો દેશમાં આવતાં

Read More »
News & Info
Ashadeep Newspaper

‘કેમ છો ટ્રમ્પ’ પ્રોગ્રામ માટે જનમેદની ભેગી કરવા ST વિભાગને કરાયો આદેશ, 2000 બસો દોડાવાશે

સરકારનો એકપણ અધિકારી સત્તાવાર જેના વિષે ‘મગનું નામ મરી’ પાડવા તૈયાર નથી તે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪મી ફેબ્રુઆરીએ અમદાવાદ

Read More »