મશીન નહીં, હાથથી કપડા ધોવા જોઇએ, ક્યારેય નહીં ફાટે તમારા ‘કપડા’

મશીન નહીં, હાથથી કપડા ધોવા જોઇએ, ક્યારેય નહીં ફાટે તમારા ‘કપડા’

આજકાલ ખાસ કરીને ઘરમાં કપડા ધોવા માટે વોશિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વાત સાચી છે કે હાથથી કપડા ધોવાની અપેક્ષા મશીનમાં ઓછા સમયમાં કપડા ધોવાઇ જાય છે અને મહેનત પણ લાગતી નથી. પરંતુ શુ તમને ખબર છે કે કપડા સ્વાસ્થ્ય માટે મશીનવૉશથી બેસ્ટ છે હેન્ડ વોશ હોય છે. તો આવો જોઇએ હાથથી કપડા ધોવાથી શુ ફાયદા થાય છે.

– અલગ અલગ કપડાની ફેબ્રિક અલગ-અલગ હોય છે. પરંતુ મશીન આ વાતનું ધ્યાન રાખી શકતું નથી, તે દરેક કપડાને એક સમાન રીતે જ ધોવે છે. જેથી સોફ્ટ ફેબ્રિક વાળા કપડાને હાથથી ધોવા જોઇએ.

– ઘણા કપડા પર લખેલું હોય છે, Only handwash. મશીનવૉશના યુગમાં કપડા પર આવુ લખેલું હોય છે શુ તમે ક્યારેય વિચાર્યુ છે.

– કપડા ફાટવા, ખરાબ થવાના ચાન્સ મશીનવૉશમાં વધારે હોય છે. ખાસ કરીને કાશ્મીરી, સિલ્ક અને લેસ વાળા કપડાની ખરાબ થવાની સંભાવના વધારે રહે છે.

ઓછી મહેનમાં હાથથી કપડા કરો સાફ

– એક ટબમાં પાણી ભરો જો કૉટનના કપડાને સાફ કરો તો થોડાક ગરમ નહી તો ઠંડા પાણીથી કપડાને ધોવા જોઇએ.

– તેમા હળવું ડિટર્જન્ટ ઉમેરો અને મિક્સ કરો. હવે એક-એક કરીને કપડાને તેમા નાખો. કપડાને બરાબર તાળવી લો અને પાણીમાં ફુલાવીને બહાર નીકાળી લો.

– હવે કપડામાં એકઠા પાણીને નીચવી લો અને સૂકવી દો.